________________
૪૮
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી સ્થિતિએ આવે? એમાં આલંબન બધું મલિન, નિરંજન નિરાકારીમાંથી અવતારી થાય. કહેવાય સર્વશકિતમાન, પણ નવ મહિના માતાના પેટમાં રહેવું પડે, ઉંધે મસ્તકે લટકવું પડે. નિર્મળમાંથી મલિન થવાનું સારું માનીએ તે પછી સોના સાંઠ કરે, તેને પણ બાહોશી આપવી જોઈએ, તેમ ઈશ્વરમાંથી અવતારીપણું માનીએ તે નિર્મળમાંથી મલિન થવા બરોબર છે. આ ઠેકાણે સમજુ હોય તે તે શરમાઈ જાય. નિર્મળ એવી ઈશ્વર સ્થિતિમાંથી એટલે કે આત્મ સ્થિતિમાંથી ખસી જગતના કેદખાનામાં આવવું તે કાંઈ સારું ગણાય? અરે, કેદખાનામાં પણ જે વસ્તુ ન હોય તેવી ખરાબ સ્થિતિમાં આવવું તે કઈ રીતિએ સારું ગણાય તે તમે પોતે જ વિચારી જુઓ.
વિચાર કરો કે કેદખાનામાં પણ વિષ્ઠા, મૂત્ર, કચરો ન હોય તેવા વિષ્ઠા અને મૂત્રવાળા ખરાબ સ્થાનમાં આવવું પડે અને નવ મહિના સુધી ઊંધે મસ્તકે લટકવું પડે. કહે આવા ઈશ્વરની મહત્તા કેટલી ઘટી કે વધી? કહો કે ઘટી. આ ઈશ્વર કમાયો કે ખોયું? આ સ્થિતિએ ઈશ્વરાવતાર માનવો એ જૈનેને પાલવતું નથી. આવી રીતે મૂળ વસ્તુને બેવાવાળા નિર્મળતામાંથી મલિનતામાં આવવાવાળા જાણી જોઈને દુર્ગધી સ્થાનમાં રહેવાવાળા તેને જેને ઈશ્વર માનવા તૈયાર નથી. તેઓ તો હા કર્મને આધીન હોવાથી તેઓને ગર્ભમાં ઉપજવું પડે છે તથા ગર્ભમાં રહેવું પડે છે, તે તેવાઓને આરાધન શી રીતે કરી શકાય? અર્થાત તેવી વ્યકિતઓને ઈશ્વર તરીકે મનાય નહિ. પ્રશ્ન : જગતના ઉદ્ધાર માટે એટલા દુ:ખ વેઠે છે ને?
ઉત્તર–ઊઠો રે મુરારી! ગેપીઓના ચીર કોણ ખેંચશે.” સવારના પહેરમાં જ આવું બોલશે. કંસને ઘાણ કાઢવા તથા જાદવકુળને નાશ કરવા અવતર્યા. પાપીઓના નાશ કરવા અવતર્યા. પાપીઓને જન્માવી તેઓના નાશ કરવા અવતર્યા. તેમાં પોતાનું સચ્ચિદાનંદપણું છોડવું પડયું. ગોપીઓ તળાવમાં નહાવા ગએલી છે, તેવે વખતે તેઓના ચીર પહેરવાના વસ પર લઈ આડ પર ચઢી જાય છે. ઝાડ પર ચઢી મેરલી વગાડે છે. સ્ત્રીઓ નાનપણે નહાય છે ત્યાં જવું, મેરલી વગાડવી, કહે ભાઈ! આ કઈ દુનિયાદારીની ઉચ્ચ સ્થિતિ? કલાલની દુકાને દૂધ પીએ તે પણ દારૂડીઓ કહેવાય.
પ્રશ્ન- તેઓ તે (કૃષ્ણ ભગવાન) તો નિર્વિકારી હતા. વગર ઈચ્છાએ ભેગવતા હતા.
ઉત્તર – નિવિકારી તે નહીં જ, વિકાર ઈચ્છા વગરને હોતું નથી. તેમને લીલાને પડદો છે. નિર્વિકારી સુદર્શન શેઠ
એમનાં કરતાં તે સુદર્શન શેઠ નિર્વિકારી સારા હતા. કારણ? રાજાની રાણી અનેરમા કે જેમનું રૂપ જોઈ મોહિત થઈ છે, તેમને ચલાયમાન કરવા તેણીએ ઘણા ઉપસર્ગો કર્યા