________________
પ્રવચન ૬૩ છતાં પણ સુદર્શન શેઠ ચલાયમાન ન થયા. છેવટે પિતાનું વ્રત સાચવવા હું નપુંસક છું– એમ પણ કહી દીધું. રાણીને પણ તે વખતે ખાત્રી થઈ છે કે આવા એકાંતમાં પણ મારા સરખી ઉપસર્ગ કરનારી હોવા છતાં વિકારી ન થયો તે ખરેખર નપુંસક જ હશે. પછી અમુક ટાઈમે મેળા પ્રસંગે સુદર્શન શેઠના પુત્રો જોયા. રાણીએ સખીઓને પૂછયું, આ કોના પુત્રે? તેણે કહયું–તે તે સુદર્શન શેઠના પુત્ર છે. રાણીએ કહ્યું–તે તે નપુંસક છે ને? સખીઓ કહે છે કે એ ભ્રમ તમને થયો કયાંથી? તને ખરેખર તેણે છેતરી લાગે છે? આવી રીતે ઘરમાં રહ્યા છતાં તેવાને નિર્વિકાર કહીએ તો ચાલે પણ પ્રત્યક્ષ ચાળા ચટકા કરવા પછી નિર્વિકારીપણું કહેવું તે ઘટતું નથી. ઉત્તમ આલંબને પકડવા - હવે આપણે મૂળ વાતમાં આવો. ઈશ્વર નિરંજન નિરાકાર જયોતિ સ્વરૂપી થઈ, ને પછી ગર્ભાવાસના દુ:ખ ઈશ્વર શા માટે લે છે? અને તેવાના આલંબને આપણે કરવાનું શું? અર્થાત તેવા આલંબનથી તે પોતાનું પણ ખવાપણું છે. માટે મલિનમાંથી નિર્મળ થએલ, શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરેલ હોય તેવાઓના આલંબને આપણે પણ શુદ્ધ થઈ શકીએ, તેથી આલંબન તેવાઓનું લેવું ઈષ્ટ ગણાય.
હવે બન્નેના બને આલંબનતપાસી લે. જેમાં મલિનમાંથી નિર્મળ થવાના આલંબન. આલંબન કર્યું સારું ગણવું જોઈએ? મલિનમાંથી નિર્મળ થવાને માટે હંમેશાં નિર્મળ આરીસો જોઈએ. સતી થવું હોય તે જો વેશ્યાનું આલંબન લે તો તેનું સતીત્વ ક્યાં સુધી ટકી શકવાનું? નિર્મળમાંથી મલિન થનાર આત્માની હર્નિશ અધોગતિ થયા વિના રહે નહિ. વેશ્યા છતાં પણ સતીની મૂર્તિ રાખી, સતીના ચરણમાં શરણ માનનારી હોય તો કોઈક વખત સતીની સડક ઉપર જાય. આ જીવ મલિન છે તેમાંથી નિર્મળ થવા માંગે છે તે તે માટે આદર્શ કેવો લેવો જોઈએ? મલિનમાંથી નિર્મળ થયેલાનાં ચરિત્રો ધ્યાનમાં લે તે જ નિર્મળ થઈ શકે. ભાષભદેવના પ્રથમ ભવની અજ્ઞાનતા
આ અપેક્ષાએ દરેક તીર્થકરની આરાધના કરવાવાળાઓએ એમની મલિન દશા કેવી હતી? અને હવે નિર્મળ કેવી રીતે થયા તથા કેટલા નિર્મળ થયા, એ વિગેરે તપાસવું જોઈએ, આ બધી હકીકત કહેવાથી ચરિત્ર કર્તા પુરૂષ એ કહે છે કે તે ઉત્તમ પુરૂ
નાં ચરિત્રો જ જીવને ઉપગારી છે. અને તે ચરિત્રોમાં પ્રથમ ક્ષભદેવજીનું ચરિત્ર હું કહું છું. અહીં ધનસાર્થવાહને ભવ તે ક્ષભદેવજીને પ્રથમ ભવ. તેઓના તેર ભવે થયા છે. તેમાં પહેલે ભવ તે હવે તપાસીએ. કહે કે આપણી અપેક્ષાએ બુડથલ. આ કહીને હું તેમની અવજ્ઞા કરતા નથી પણ પ્રથમ ભાવમાં કેવા પ્રકારની તેમની મલિન દશા