________________
૫૪
આગમે!દ્ધારક પ્રવચન શ્રેણી
લક્ષ્ય રાખી ચારિત્ર્ય લઈ પરિસહ ઉપસર્ગ સહન કરી કેવળજ્ઞાન ઉપાર્જન કરી, ગણધરો પાસે શાસ્ત્રો રચાવી, મોક્ષમાર્ગ બતાવ્યો તે દુનિયા માટે તે રસ્તા ખુલ્લા કર્યો એમ સર્વશતા સાથે વીતરાગતાને માને છે. તેથીજ તીર્થ કરપણ કહેવાય છે, ને તેના અંગે દેવપણ શું કહેવાય છે, ને તે દેવમાં પ્રાતિહાર્ય વિગેરેથી બાળકને બાધ થાય છે. મધ્યમને તેના સવિસ્તરતાનું ભાન થાય છે ને પંડિતો ઉપરોકત પ્રમાણે વિશેષ સ્વરૂપથી તે તીર્થંકર દેવને સમજી શકે છે.
સમજદારને પણ સમજાવવા એમ કહેવામાં
આ ઉપરથી બાળક, મધ્યમ અને આવ્યું. જેમ માતા ૨૨ વર્ષનાને, આઠ વર્ષનાને, ૪ વર્ષનાને તથા બે વર્ષના બાળકને પણ પોષે છે, તેમ ગુરુ મહારાજ પણ બાળક, મધ્યમ અને પંડિત એ સર્વને ધર્મથી પોષણ કરે છે. દેવતત્ત્વમાં બાળક, મધ્યમ ને પંડિત એ ત્રણેને સમજી શકે તેમ ત્રણેને લાયક સામગ્રી છે ને તે અપેક્ષાએ ત્રણ ભેદ પાડયા છે. તેવી જ રીતે અહીં ધર્માષ સૂરિ પણ બાળક, મધ્યમ અને પંડિત એ ત્રણે વર્ગને ધર્મ સમજાવે છે. નાના બાળક દેવલાક કે મોક્ષ એ ન સમજે, તેને તે પ્રથમ ભણાવવું જોઇએ. શાંભવ સૂરિએ પણ આ હેતુથી જ પ્રથમ થમો મંગમુકિ વિગેરે ભણાવ્યું. પણ ધર્મનું ફળ શું? તેનો હેતુ શો? અને તેનું વિસ્તારથી સ્વરૂપ શું ? તે પ્રથમ ન સમજાવ્યું. ત્યારે કહો કે શય્યભવ સૂરિએ મનમુનિને બચ્ચાપણાની રીતિએ પ્રથમ ધર્મ સમજાવ્યો. પ્રકારાન્તરે બાલાદિકને ધર્મનું જ્ઞાન
ધર્મથી મોટું કલ્યાણ થાય છે, પાપથી બચાવનાર તે ધર્મ, હિતની પ્રાપ્તિ કરાવનાર તે ધર્મ, મને સંસારથી ગાળે તે ધર્મ, જીવને. ધર્મ એ મેક્ષ પમાડનાર છે. ઉત્કૃષ્ટ ભાવમંગળ જો કોઇ હોય તો તે ધર્મ જ છે. આવી રીતે બાળકોને લાયક ધર્મનું સ્વરૂપ તે તે સુત્રા ભણાવીને સમજાવ્યું. મધ્યમ બુદ્ધિએ પહોંચેલા ધર્મ એ મંગલ છે તેમ કહેવાથી મંગલ શબ્દમાં મુંઝાય તે ન હોય તે માટે તેને ધર્મનું સ્વરૂપ સમજાવવા માટે સ્વર્ગાપવર્નર: એમ કહ્યુ, એટલે કે ધર્મ એ સ્વર્ગ અને મોક્ષને દેવાવાળા છે. આમ ફળ બતાડવા રૂપે તેને ધર્મ સમજાવવામાં આવ્યો છે. સામાન્ય રીતિએ મધ્યમ બુદ્ધિવાળા ચાર ગતિ સમજવાવાળા હોય છે. તેમાં સ્વર્ગ એ પુન્યસ્થાન તરીકેની ગતિ છે અને તેથી પણ ઉત્તરોત્તર ઉત્તમ પાંચમીતિ જે મેક્ષ, તે પણ લે!કોત્તર પુણ્યથી પ્રાપ્ત થાય છે. આમ સ્વર્ગ તથા મેાક્ષ આપવાને ધર્મ એજ સમર્થ છે. જેમ ખેતી કરનાર ખેડૂતને અનાજ એ સાધ્ય છે ત્યારે ઘાસ પ્રાપ્ય છે. ઘાસ માટે ધાન્ય વાળું છું એમ ખેડૂત બોલે તો તે મૂર્ખ ગણાય છે અને અનાજ વાવેલું છે તેની સાથે ઘાસ તો વાવેતર વિના પણ થવાનું જ છે. માટે અનાજથી ઘાસ અને ધાન્ય બન્ને થવાના છે. તેમ ધર્મની અપેક્ષાએ મોક્ષ એ સાધ્ય છે અને દેવલાક એ પ્રાપ્ય છે. જેમ ઘાસ પ્રાપ્ય હતું તેમ અહીં દેવલોક એ પ્રાપ્ય છે. એટલે કે ધર્મ