________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી
વળી જગતમાં કોઈ જીવ આંખવાળો લેશે તે માલૂમ પડશે કે શરીરના રંગ કરતાં આંખને રંગ જાદો છે. આંખ તથા શરીરને રંગ શેરડીમાં એક સરખો હેય છે. જેમાં પણ ચઉરિંદ્રિય તથા ચિંદ્રિય જીવ લ્યો, તે માલુમ પડશે કે આંખ અને શરીરને રંગ એક હેય નહિ, તેથી સિદ્ધ થાય છે કે ભાવની વૃદ્ધિ માટે દ્રવ્ય આકૃતિની જરૂર છે, ને તેમાં પણ જે જે અવયવો જેવા જેવા રૂપે હોય તેવી આકૃતિની ખાસ જરૂર છે. આ પ્રમાણેને આકાર હોય તે તે ભાવવૃદ્ધિમાં કારણરૂપે થાય છે. માત્ર એક ચક્ષના આકારની જરૂર નથી એમ માની લઈ બીજ આકારને રાખવો ને નિરજન નિરાકારી ભગવાન જ પૂજ્ય છે તેમ કહેવું તે જરા વિચારણીય છે. કારણ કે ભગવાન નિરંજન નિરાકારી છે તેમાં કોઈ ના પાડતું નથી, પણ ભાવવૃદ્ધિ માટે દ્રવ્ય આલંબનની જરૂર હોઈને વીતરાગની પ્રતિકૃતિ-પ્રતિમા દેરાસરમાં બેસારવામાં આવે છે ને તેને જોઈ ભવ્ય ભાવુક આત્મકલ્યાણ સાધી શકે છે. આથી મૂર્તિમાં આંખને સ્થાને આંખ તથા બીજો પણ શરીરને રંગ જેવા પ્રકારને હતો તે કરો જોઈએ. બાલજીવો હંમેશાં બહિરની રચના જોઈ પ્રતિબોધ પામે છે. શરીર અને ચક્ષુને વર્ણભેદ દરેકને હોય તેથી મૂર્તિમાં ચક્ષુની જરૂર
એક મનુષ્યની મૂર્તિ બનાવવી હોય તેમાં પણ આંખ અને શરીરને વર્ણ જુદો કરવું પડશે, નહીંતર મૂર્તિ યાને પૂતળી આંધળી છે તેમ લોકો કહેશે. ઉપરના કથનથી એ કહેવાનું કે વીતરાગની પૂજા કરીએ છીએ તેમાં તે વીતરાગ બાળકને એળખાવવા હોય તે, તેને બાહ્ય આકૃતિથી ઓળખાવાય છે, તેથી ભામંડળ વિગેરેની રચના આવશ્યક છે. જન્માભિષેક વખતે પણ પ્રભુને વસ્ત્ર અને ઘરેણાં હોય છે. વળી અષ્ટ મહાપ્રાતિહાર્યથી જિનેશ્વરનું જિનેશ્વરપણ, બાળકો ઓળખી શકે છે, તે માટે પ્રતિહાર્યાદિકની રચના તથા ચેત્રીશ અતિશયુકત શરીરની સુંદર પ્રતિકૃતિવાળી જિનેશ્વરની મૂર્તિથી બાળક પ્રતિબોધ પામે છે. એટલા કારણસર તે બાદ વીતરાગ ભગવંતને કરવામાં આવે છે, તેમ સમજવું. | મધ્યમ બુદ્ધિવાળાને, વીતરાગતા અને સર્વજ્ઞતાથી બંધ થાય છે. સ્ત્રી દિકના સંસર્ગથી રહિત હથિયાર આદિક શસ્ત્રથી રહિત દૂષણ વિનાની વીતરાગની મૂર્તિ દેખવાથી મધ્યમ બુદ્ધિવાળાને વીતરાગપણાનું ભાન થાય છે, તેને માટે શાન થવાનું આ સબળ કારણ કહેવામાં આવે છે. પંડિતે વીતરાગાદિ સ્વરૂપ દ્વારા ભગવંતને જાણે
બુધ એટલે પંડિત બુદ્ધિવાળા તો વીતરાગનું પ્રથમથી જ સ્વરૂપ હૃદયમાં ઉતારે છે કે જે વીતરાગ દેએ પ્રથમથી જ એવો સંકલ્પ કરેલ હોય છે કે “જો હવે ભુજ શકિત એસી, સવિ જીવ કરૂં શાસનરસી.” જો મારી શકિત હોય તો સર્વ જીવોને જૈન શાસનના રસિક બનાવી દઉં. આવી ભાવદયા જગત ભરના તમામ જીવો ઉપર જેને હોય છે તે વીતરાગ ભગવાન છે. શાસન એટલે ત્યાગ ધર્મ. જગતના