________________
પ્રવચન ૬૬
४७ તે તે ઝષભદેવ ભગવાન. કારણ કે તેઓ આ અવસર્પિણીને અંગે પહેલવહેલા ધર્મપ્રવર્તક થયા છે. તીર્થની સ્થાપના પણ તેઓએ જ પ્રથમ કરી છે, વળી આ અવસર્પિણીમાં પ્રથમ દાન ધર્મ પ્રવર્તાવનાર પણ તેઓ જ થયા છે, તેથી ૬૩ ઉત્તમ પુરુષમાં ૨૪ તીર્થકરો૧૨ ચક્રવર્તી-વાસુદેવ-૯ પ્રતિ વાસુદેવ-૯ બળદેવ થયા છે, પણ તે સર્વમાં આ અવસર્પિણીમાં પ્રથમ ધર્મ પ્રવર્તાવનાર ક્ષભદેવ થયા છે માટે તેમનું ચરિત્ર પ્રથમ કહું છું.
વળી આદર હંમેશાં ગુણોને અંગે છે. ગુણરાએ જો કે વીશે તીર્થકરોનું પૂજન થઈ ગયું છે. વળી એક વાત બીજી એ કે આપણે પોતે હાલ જે કે મહાવીર મહારાજના શાસનમાં છીએ. પણ પહેલવહેલા આપણને પણ માર્ગમાં પ્રવર્તવાપણું થયું હોય તે ઋષભ દેવજી ભગવાનથી, એમ બારીક દૃષ્ટિથી તપાસતાં માલુમ પડશે. કારણ–આ પૃથ્વી ઉપર જ્યારે ધર્મ નહોતે ત્યારે પ્રથમ ક્ષભદેવજી ભગવાને ધર્મ પ્રવર્તાવ્યો, ત્યાર પછી જીવે ધર્મમાં જોડાયા, માટે તે અપેક્ષાએ પણ પરંપરાએ ક્ષભદેવજી ભગવાન આપણને પ્રથમ ધર્મમાં જોડનાર ગણાય. વળી ક્ષભદેવજીના સમવસરણમાં ભરત ચક્રવર્તીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં પણ મરીચિના ભવમાં તે વખતે રહેલા ભગવાન મહાવીર સ્વામી વીશમાં તીર્થકર થશે તેમ ષભદેવજી ભગવાને કહેલ હતા, તેથી પણ આપણે મહાવીર સ્વામી ભગવાનને જાણી શક્યા. આ બધો વિચાર કરતાં સર્વના મૂળ તરીકે શ્લભદેવજી ભગવાન થયા માટે તેમના ચરિત્રને પ્રથમ વર્ણન કરવાની જરૂર છે. ઈશ્વર અને અવતાર
અન્ય મતવાળાનો અને આપણે બન્ને વસ્તુ માનીએ છીએ. ઈશ્વર અને અવતાર બીજાઓ માને છે અને આપણે પણ માનીએ છીએ તેમાં ફરક છે. એ લોકો ઈશ્વરમાંથી અવતાર ઊભો કરે છે ને આપણે અવતારમાંથી ઈશ્વર માનીએ છીએ. આમાં યોગ્ય શું તે કહો. ઈશ્વરમાંથી અવતાર ઊભું કરવાવાળા નિરંજન નિરાકાર, જયોતિ સ્વરૂપ આત્મા એ પણ અવતાર લે છે. તેને અંગે તેઓ ઈશ્વરમાંથી અવતાર લે છે, તેમ માને છે અને આપણે આઠ કર્મથી પાઓલ, સંસારમાં રઝળતે, જન્મ, જરા, મરણની જાળમાં ફસાએલો એ આત્મા પણ તપ વિગેરે કરવાથી નિર્મળ થાય છે ને શુદ્ધ થઈ પિતાનું સ્વરૂપે પ્રગટ કરે છે. આ પ્રમાણે માનતા હોવાથી અવતાર લઈ ઈશ્વર થાય છે તેમ આપણે કહીએ છીએ. નિર્મળમાંથી મલિનતામાં જાય તેને ઈશ્વર કેમ કહેવાય?
હવે વિચાર કરો કે દરેક આરાધના કરનાર માણસ શા માટે આરાધના કરે છે? નિર્મળ થવા કે મલિન થવા? તે જેણે મલિનમાંથી નિર્મળ થવું હોય તેણે આદર્શ માટે કયો પુરૂષ લેવો જોઈએ? કહો કે મલિનમાંથી નિર્મળ થએલો એ પુરૂષ આદર્શ તરીકે લેવો પડે. પણ નિર્મળમાંથી મલિન થએલા પુરૂષનું આલંબન લેવામાં આવે તો? આ આત્મા કઈ