________________
પ્રવચન ૬ ડું
૪૫
પ્રવચન ૬૭
સંવત ૧૯૦ અષાડ સુદી ૧૩ શાસ્ત્રકાર મહારાજ કલિકાલ સર્વશ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવાન જણાવી ગયા કે મહાત્મનાં મુળજીતન હિ એથોરિયારં એટલે કે મહાત્મા પુરૂષોના ગુણોનું કીર્તન એ કલ્યાણ તથા મોક્ષનું સ્થાન છે. મહાપુરૂષને વંદન, તેમનું કીર્તન, સત્કાર, સન્માન તે બધાનું જે ફળ તે બધાનો આધાર તેમના ચરિત્રો સાંભળી તેના અંગે થએલી શ્રદ્ધાને આભારી છે. તેમના પૂજન, વંદન તથા આરાધનમાં જે ફળ કહેવાય છે તે પૂજય પુરૂષોના ગુણો, ચરિત્રો તથા વર્તને સાંભળ્યા હોય તે તે પ્રમાણે બહુમાનાદિક થાય. જે પ્રમાણે આદર તે પ્રમાણે નિર્જરાદિક પ્રાપ્ત થાય છે. આદર બહુમાન એ તેના ગુણોના શાન ઉપર આધાર રાખે છે. નાના છોકરાના હાથમાં આવેલ હીરે દુર્લભ યાને મેઘો ને કીમતી છે પણ તે બાર પેટે જાય તેવો છે. તેને કીમત પૂર્વક ગ્રહણ ન લેવાથી ગ્રહણ કરેલ છત બે પેટે ચાલ્યો જાય. તેમ જેઓએ તીર્થકર આદિ મહાપુરૂષોનાં ચરિત્રો સાંભળ્યાં નથી, ગુણ જાણ્યા નથી, તેવારોને તીર્થકર ભગવાનની ગુરૂમહારાજની, દયાલક્ષણ ધર્મની પ્રાપ્તિ થયેલી હોય તે પણ તે નજીવી વાતમાં ચાલી જાય છે. વહવાયા જેવો ધર્મ - દુનીયાનું સ્વાભાવિક સામાન્ય સુખ મળતું હોય તો ધર્મ છોડી દે છે. કિંચિત માત્ર દુ:ખ ટળતું હોય તો ધર્મ છોડી દે છે. આપણે પણ એવા જ છીએ. એક વખત ઝાડે જંગલ વધારે જવું પડે તે પૂજા નહીં થાય. પેટમાં જરા દુ:ખવા આવ્યું તે પડિકમણું સામાયિક નહીં થાય, ઘેર જરા વિવાહાદિકાર્ય આવ્યું તે આજે દહેરે-ઉપાશ્રયે નહીં જવાય. કેમ? ફૂરસદ મળી ન હતી. કારણ કે ઘેર લગ્ન હતા. આ વાક્ય-વચનમાં ખોટું નથી, પણ એ વાક્ય ધિક્કારને લાયક છે. એટલે એનો અર્થ આપણે એમ કરી બેઠા છીએ કે દેવનું આરાધન ફરસદ મળે તે કરવાનું. ફરસદ લઈને કરવાનું નહિ? પ્રતિક્રમણ માટે તથા જિનેશ્વર દેવના આરાધના માટે ફરસદ લેવાની નહિ. તે તેની કીંમત આપણે કેટલી ગણી તે વિચારો. ફરસદ ન મળે તે ફરસદ કાઢવા તૈયાર નથી. તેથી આ જિનેશ્વર દેવ આદિકનું આરાધન આપણે આલતું ફાલતું ગણી કાઢયું છે. એટલે ફરસદ મળે તે કરી લેવું, નહીંતર કંઈ નહિં. નાતમાં જમણ હોય ત્યારે વહવાયાને અંગે રસપતી વખતે આપણે કહીએ છીએ ને કે વધ્યું નથી. વધે તો આપીએ ને? આમ વહવાયાને ઉડાઉ જવાબ આપીએ છીએ, તેવી જ રીતે ઉપરને દેવગુરૂની ભકિત કરવાને તમારો જવાબ પણ ઉડાઉ છે. બાયડી, ધન, કુટુંબ, માલમિલકત એ નાતીલાને માટે ખૂટયું તે ન ઘાણ વો પડે. નાતીલાને વળ્યું નથી માટે નહીં આપીએ એમ કહેવાતું નથી, કારણ ત્યાં