________________
પ્રવચન ૫ મું
૪૩ શકતા નથી. સાચું બોલવું જ, આ નિયમ રાખીએ તે ધબડકો વળે. હવે દુનિયામાં ચાલીએ, સાચું બોલવાનું હોતું જ નથી. કેવળ શાની પણ સાચું જ બોલે એવું નથી. આનું નામ સૂરજમલ અને આંખે ચશમા હોય તે સૂરજમલ કહેશે કે નહિ? વાંઝણીનું નામ કુલવઈન હોય તે તેને કેવળી શું નામ લઈ બેલાવે? વ્યવહારથી પણ સત્ય નહીં. જે સાચાનું સ્વરૂપ, સત્યભાષા, વ્યવહારભાષા જાણતા નથી તેમ આમંત્રણ નિમંત્રણ, પૃચ્છનામાં વ્યવહાર, ત્યાં સત્ય અસત્યને સંબંધ નથી. તેથી સત્ય બોલવું એ વ્રત ન રાખ્યું. બોલવું ત્યારે સત્ય બોલવું એ પણ નહીં. બોલે ત્યારે પણ સત્ય નથી. માટે બીજા મહાવ્રતનું નામ મૃષાવાદ વિરમણ-જૂઠું ન બોલવું, તેમ રાખ્યું. સત્યને રાંગે કે વ્યવહારને અંગે પ્રતિબંધ નહિ. આ બધા કારણેથી બીજા વ્રતનું નામ મૃષાવાદ વિરમણ રાખ્યું. ડુંગરો બળે છે તથા ઘડા કરે છે. આ ભાષા બોલીએ છીએ ત્યારે વસ્તુત: તે ઘાસ બળે છે ને પાણી ઝરે છે, છતાં વ્યવહારમાં ડુંગરો બળે છે તથા ઘડા ઝરે છે એમ બેલવાને વ્યવહાર હોવાથી વ્યવહાર ભાષા જુઠી ગણી નથી. સર્વાસ રે રિના સર્વની નિશ્ચનિંદા તેમાં ગુણી મનુષ્યની પણ નિંદા એ અર્થ કાઢે ને તે પ્રમાણે વર્તે છે તે બીજા વ્રતને ત્યાગી કહેવાય છે? એવા કેઈ ગુણ કે ગુણ નથી જેને દુર્જન દૂષિત ન કરે
જગતમાં એવો કોઈ ગુણ નથી કે જેને જગતમાં દુર્જન પુરૂષ દૂષિત ન કરે. ક્ષમાં રાખે તે કહે કે બાયલો છે. નિરભિમાનપણું રાખે તો કહે કે ભાન કયાં છે? લોભ ન કરે તે ઉદારતાવાળાને ઉડાઉ કહેતા વાર લગાડતા નથી. ગુસ્સે ન કરે તે બાયલે કહેતા વાર લાગતી નથી. ૨નાવી રીતે દુર્જને ક્ષમા વિગેરે ગુણને પણ દૂષિત કર્યા વગર રહેતા નથી. આજે સમાજમાં કામ લાગે તે સાધુ. સમાજમાંથી ખસી ગયા તે દેષ રૂપ. જેણે આરંભ પરિગ્રહથી છૂટવા માટે પિતાપણું છોડયું છે તેવા સાધુમહાત્માઓને પણ દુર્જને દુષિત કરે છે. ગુરમિધામફિ નિંદા ગુણ કરીને સમૃદ્ધ (મોટા) એવાની પણ નિંદા અત્યંત લોકવિરુદ્ધ છે. પુરૂષની આપત્તિ વખતે સંતોષ માનવો તે લેકવિરુદ્ધ, ઈંદ્ર મહારાજ સંગમદેવના વખતે સંતોષ માને તો લોકવિરુદ્ધ. ધનાસાર્થવાહ એ કહે છે કે આપણામાં તાકાત હોય ને સાધુની આપત્તિને પ્રતિકાર ન કરીએ તે મોટો દોષ છે. આ હિસાબે ઈંદ્ર મહારાજને સંગમદેવને બહિષ્કાર કરવો પડ્યો. લુહાશદિક કે જે ભગવંતને ઘાણ લઈ મારવા દોડયો હતો તેને પ્રાણાંત શિક્ષા કરી, તે પણ તમારા મતે તે લોક વિરુદ્ધને?
પ્રશ્ન:- આ વખતે ઈંદ્ર તેના ઉપર દયા ચિંતવવી જોઈએને?
ઉત્તર:- આવેશમાં આ જીવ આવે તે વખતે રહી શકાતું નથી. લોકવિરુદ્ધની અપેક્ષાએ છતિ શકિતએ આપત્તિને પ્રતિકાર ન કરે તે લોકવિરુદ્ધ છે એમ જાણી સંગમને દેશ પાર કર્યો એમ ગણો. જેમ નમુચિએ ચક્રવર્તીને ઓર્ડર લીધો તે વખતે તેને મુશ્કેલી પડી છે તેમ સૌ ધર્મ ઈંદ્ર સંગમને સૌધર્મદેવલથી બહાર નીકળે એમ કહયું, તેથી મુશ્કેલી