________________
४४
આગદ્ધારક પ્રવચન શ્રેણું તો પડી છે. પછી તે દેવને દેવલોકમાં રહેવાનું સ્થાન ન રહયું. જેમાં સરકાર દેશપાર કરે તો? અંદામાન ટાપુમાં કે નહિ? કહો કે દેશના વ્યવહારની બહાર. એમ સંગમદેવને દેવલોકની બહાર કર્યો એટલે હવે તે રહે છે કયાં? દક્ષિણ બાજને તિર્જી અને દેવલોકની બહાર મેરૂ પર્વતની ચૂલિકામાં રહે છે, અને તે સ્થાન ધર્મેન્દ્રની અપેક્ષાએ અંદામાન કહેવાય. દેવતાની અપેક્ષાએ મેરની ચૂલિકા પણ એવી સ્થિતિમાં છે. આ શિક્ષા શાને અંગે કરી ? કહો કે સાધુને હેરાન કરનારને સજા ન કરું તે લોકવિરુદ્ધ છે. આ વ્યાખ્યા પંચાશકમાં હરિભદ્રસૂરિજીએ જણાવી છે તે ખ્યાલમાં લઈએ ત્યારે બધું માલુમ પડે છે.
ધર્મ ઘોષસૂરિની આપત્તિકાળે ધનાસાર્થવાહનું કાળજું જરૂર બળે છે અને સૂરિજી પાસે આવે છે ને પોતાના અપરાધની ક્ષમા યાચે છે, કારણ અપરાધ જાણ્યાને બદલે, ઓછામાં ઓછો માફી માગવાને હવે જોઈએ. તેમ ધનાસાર્થવાહ પણ અપરાધને અપરાધ તરીકે જાણે છે, ને તે જાણતો થયો હોવાથી જ ધર્મઘોષસૂરિજી પાસે આવે છે ને પિતાના અપરાધની ક્ષમા યાચે છે.
સંગમદેવ છ મહિના સુધી મહાવીર ભગવાનને ઉપસર્ગ કરે છે, છતાં પણ સંગમદેવ જતાં મહાવીરસ્વામી ભગવાનની આંખમાં દયાનાં આંસુ આવે છે. કેટલી બધી દયા? અપરાધી જીવ ઉપર પણ કામા! અરે, આ બિચારા જીવનું શું? આવો વિચાર અપરાધીના જીવ ઉપર આવ્યો, કારણ? ભગવાન દયાના દરિયા હતા. ક્રોધની કણી પણ ભગવાનમાં ન હતી. તેવી જ રીતે ધર્મઘોષસૂરિ પાસે જ્યારે ધનાસાર્થવાહ આવે છે ત્યારે તેના ઉપર જરા પણ ગુસ્સે સૂરિ મહારાજે કર્યો હતો. કોધને છાંટો પણ નહિ. ઉઘરાણીએ ગએલે વ્યાપારી ખાવાપીવાની વાતમાં ન ખૂંદાય, ખૂંદાયો તે મૂવો. તેમ અહીં ધર્મઘોષસૂરિજી ધનાસાર્થવાહના સ્વરૂપ ઉપર, આજીજી ઉપર કે માફી ઉપર જાય એટલે કે તેની પાસે તે બધું કરાવવા મથે તે ખૂદાઈ જાય. તેથી તેમણે ચકખી વાત કરી કે હે મહાનુભાવ! સંસારમાં આપત્તિ યાને દુ:ખો ભરેલા જ છે. તથા અજ્ઞાનપણું ભરેલું છે તેમાંથી પાર ઉતારનાર માત્ર ધર્મ જ છે. તેટલા જ માટે જ્ઞાનીઓએ ધો મંદાજિત કહી ધર્મને મંગલ કહયું છે. તે પણ ઉત્કૃષ્ટ મંગલ કહેવાય છે. પાપને ભડકાવનાર હોય તે ધર્મ જ છે. જા ભવની અપેક્ષાએ અને પરભવની અપેક્ષાએ ધર્મ જ સુખાવહ છે. મા એ વસ્તુ કુટુંબ આપી શકતું નથી. આયંદે–ભાવી જીંદગીમાં જો સ્વર્ગ અને મોક્ષ દેનારી ચીજ કોઈ હોય તે તે ધર્મ જ છે. સ્વર્ગ ક્રિયા દ્વારા આપે છે. સ્વતંત્ર આપતું નથી, પણ પુન્ય દ્વારા સ્વર્ગ આપે છે. ભૂલા પડેલા માર્ગે ચઢીએ તે શહેર ન આવે. જંગલમાં ચાલવું પડે. માર્ગે આવ્યા પછી આગળ વધવું પડે. આ ધર્મદ્રારાએ સ્વર્ગ અથવા રાજ્ય દ્ધિ વિગેરે જે કાંઈ મળ્યું હોય તે સીધા રસ્તા તરીકે છે. તેમજ વળી આગળ પુન્યમાં વધો તે મેક્ષ તૈયાર જ છે. માટે સંસારરૂપી જંગલને ઉલ્લંઘન કરાવનાર અને સ્વર્ગ અને મેક્ષને દેવાવાળો આ ધર્મ છે. આવી રીતે ધર્મના ત્રણ સ્વરૂપ બતાવ્યા. હવે કોને કે ઉપદેશ દેવાય તે વિગેરે અધિકાર આગળ કહેવામાં અાવશે.