________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી
ફરજ છે. ને વહેવાયાને તે વધ્યું હોય તે પણ વધ્યું નથી એમ કહી દેવાય છે. વીલે મોઢ બિચારા પાછા જાય. તેમ દેવગુરૂ અને ધર્મ આપણે માટે વહવહીયા. એને માટે ફરસદ લેવાતી નથી. નાતીલા માટે ઉધારે લાવી દેવું કરી નવો ઘાણ કરવો પડે. આ ઉપરથી દેવ, ગુરૂ અને ધર્મની આરાધના આપણે નાતીલા જેવી, ફરજીયાત ગણી નથી. વહવાયા જેવી ગણી છે. મેજ આવે તે દેવાય, તેમ દેવાદિકની આરાધના અમુલ્ય છતાં ભવભવ ભમતાં પણ દુર્લભ. આત્માનું આ ભવ પર ભવ શ્રેયસ્ કરનાર છતાં આપણે હાથે સંસારી બોરની કિંમતમાં ધમરાધના ચાલ્યું જાય છે. હીરો કીંમતી ઊંચી જાતને પણ નાનો છોકરો બેર પેટે દઈ દે. તેમ આ જીવ દેવાદિકની આરાધના વખતે ફરસદ નથી. એટલે તે વહવાયાની કિંમતને ધર્મ છે એમ માની તેની ઉપર ધ્યાન દેતું નથી. નાતીલાને કાંઈ વધ્યું નથી એમ કહેવાય? કેમ? તે કે ઈજજત જાય. ને આ ઠેકાણે દેવ ગુરૂ ધર્મની બાબતમાં ફરસદ નથી એમ કહેનારની ઈજજત નથી જતી શું? આ ઉપરથી વાર્તાવમાં વહવાયાની લાઈનમાં આપણે દેવાદિકને મૂકયા છે. મોઢે બોલે કે ન બોલો પણ તે જણાઈ આવે છે. શાને લીધે? જેમ હીરાને અંગે છોકરાની અજ્ઞાનતા અને બેરોને અંગે લાલચ છે તેમ આપણે પણ દેવ-ગુરૂનું આરાધન કીંમતી છે, કરણીય છે, તેમ માન્યું નથી. કરવું જોઈએ તેમ પણ આપણે હજુ માન્યું નથી, આપણી તે કરવાની ફરજ છે તેમ હજુ બરોબર આપણે સમજ્યા નથી. તે ધર્મ વિગેરે ચીજ ભવભવ સુધારનાર છે. અવ્યાબાધ સુખને આપનાર છે, એવી જ ખરા અંત:કરણથી તેના ઉપર ધારણા હવે તો તે કરવામાં આપણને આદર કેમ ન થતે? નાતમાં પણ જે મોટા કુળના કે શેઠ શાહુકારો વિગેરે હોય છે તેને આવો ભાઈ, બેસ વિગેરે કહી આદર સત્કાર કરવો પડે છે. તે તેને માટે આદર કરીએ છીએ અને દેવ ગુરૂ તથા ધર્મની જે કીંમત છે તે ધ્યાનમાં આવતી નથી. હીરા માટે નાના છોકરાને જેમ બને છે તેમ આપણે પણ દેવ ગુરૂ ધર્મ માટે બને છે. આપણને શરીર, બાયડી, છોકરા, ધન, માલ, કુટુંબ તથા હાટ હવેલીનું ઊંચ૫ણું ભાસ્યું છે, પણ દેવનું ગુરૂનું કે ધર્મનું ઉચ્ચતરપણું હૃદયમાં ઉતર્યું નથી. આપણને દેવ ગુરૂ ધર્મની ઉત્તમ સામગ્રી આવી મળી તે નાના છોકરાને જેમ બે બેર પેટે હીરો તેમ ચાલી જાય છે. તેથી જ દેવાદિકના કાર્ય માટે ફરસદ નથી વિગેરે બાનાં કઢાય છે, તેના પ્રત્યે અનાદર કરાય છે. તેમનાં ગુણો, તેમની આજ્ઞા વિગેરે
ધ્યાનમાં લેવાતા નથી. છોકરાના હાથમાં છ ઘડી હીરો રહ્યો પણ બેરાં મળ્યાં એટલે બે મિનિટમાં હીરો આપી દે છે, તેમ આપણે પચાસ સાંઠ વર્ષ સુધી ધર્મ આરાધના કરીએ પણ લગીર પ્રસંગ આવે તે તરત તેને ફેંકી દઈએ છીએ. અસારને સાર ગયું અને સારને અસાર ગયું. જે તેમ ન ગયું હતું તે આપણી આ દશા થાત નહિં. તેમના ગુણ તેનાથી થતા ફાયદા વિગેરે મગજમાં યથાસ્થિતિ પણે લઈ શક્યા નહીં. તેથી જ આપણી તેના પ્રત્યે બેદરકારી છે. શ્રેષ્ઠ શલાકા પુરૂષ ચરિત્રમાં પણ પથમ વર્ણન કરવા લાયક હોય