________________
પ્રવચન ૫ મું
૪૧ હવે આપણે ચાલુ અધિકારમાં આવીએ. ધર્મઘોષસૂરિને સાથમાં લાવેલ, ધનાસાર્થવાહને માટે હવે વિચાર કરીએ. જે તે દુષ્ટ ભાવિક હતું તે, ધનાસાર્થવાહ એમ વિચાર કરત કે હું ધર્મષસૂરિજી મહારાજને સાથમાં નહીં લાવ્યો હતે તે, તેઓ કર્મની નિર્જરા શી રીતે કરી શકત. પણ ધનાસાર્થવાહ તે ન હતું. તે તે ઉત્તમ સમજી શ્રાવક હતો. વળી પણ ધનાસાર્થવાહ જે દુષ્ટ ભાવિક હતું તે આ પ્રમાણે વિચારતા કે ધનભાગ્ય મારા જો મેં કબુલાત આપી નહતે ને તેઓને માટે મેં માવજત કરી હતે, તે આટલી કર્મની નિર્જરા તેમને થતું નહિ. માટે ધનભાગ્ય મારા કે મારે લીધે આટલી કર્મની નિર્જરા તેઓને થઈ. આમ પણ ધનાસાર્થવાહે વિચાર્યું નથી તેથી તે ઉત્તમ પુરૂષ હતો તે સિદ્ધ થાય છે. હિતબુદ્ધિવાળા ધર્મના ઉપદેશકને એકાંત લાભ
વળી આ સ્થળે કોઈ વધારે દંભી હોય તે, કેવા ખરાબ વિચારો કરે તે જરા તપાસે. તીર્થકર મહારાજની મૂર્તિ આપણને સંસારથી પાર ઉતારે છે અને શાસન પ્રગટ કર્યું તેને આબેહૂબ ચિતાર છે તેથી તેમની મૂર્તિને પરોપગારી માનીએ તે કેમ મનાય? કેમ કે જે નુકશાન વેઠીને ફાયદો કરે તે અત્યંત ઉપગારી થાય, તે પછી તીર્થક, ગણધરો, આચાર્યો, ઉપાધ્યાય, કે મુનિરાજ કેવી રીતે ઉપગારી કહી શકાય? તેઓ કો ફાયદો કરે છે?
શેઠ અને મુનિમ તાપણી તાપે છે, તેમાં શેઠ કહે છે કે અરે મુનિમ! આમાંથી એક તણખે તારી ને મારી બન્નેની દાઢીમાં ઉડે તે પહેલાં કોની દાઢી બચાવે? મુનિમ કહે સાહેબ? પહેલાં આપની દાઢી બુઝવું. પંદર દહાડા થયા ને બીજો મુનિમ આવ્યો. એવીજ રીતિએ, મુનિમને સવાલ કર્યો ત્યારે તે બહુ ચાલાક હતા. તેણે ચાલાકીમાં બે લહક્કા મારી પહેલાં તમારી દાઢી બૂઝાવું પછી મારી બૂઝાવું એમ તે બોલ્યો નહિ, ને જણાવી દીધું કે મારે બેટા શબ્દો બેલી લ્હાવો લે નથી. અત્યારે બોલેલા વખત આવે તે પ્રમાણે કરતા નથી. સળગવાને પ્રસંગ આવે તે વખતે હાથ પોતાની દાઢી તરફ જ જાય. શેઠ સમજી ગયા કે આ મનુષ્ય ખરો છે. ઉત્તર દેવા પહેલાં તેનું સ્વરૂપ સમજનારો છે. તીર્થકર-ગણધર રચા-ઉપાધ્યાય સાધુ વિગેરે બે લહરકા પોતાના મારે છે, પછી બીજાને બૂઝાવે છે. જીવોના ઉપગારની બુદ્ધિએ ધર્મોપદેશ દેવાવાળે વકતા તેને એકાંતથી નિર્જ થાય છે. એમાં પછી શ્રોતાઓને ધર્મોપદેશ લાગે કે ન લાગે. બધા શ્રોતાઓ હિતથી સાંભળે તે પણ બધાને ફાયદો થાય તેવો નિયમ નથી. આથી પોતાના બે લહરકા મારી લીધા. તેમ આ જગતમાં પોતાના બે લહરકા મારી દેવાવાળા છે. તીર્થકર નામ કર્મ બાંધ્યું છે તે તેડવા માટે ઉપદેશ આપે છે, તે તીર્થકરો કહેવાય છે. ગણધર નામકર્મ બાંધ્યું છે તે તેડવા માટે ગણધરો ઉપદેશ આપે છે, આ બધાજ ઉપગાર કરે છે તે પહેલાં પોતાના બે લહરકા મારી લે છે. પોતાને નુકશાન થાય તો પણ બીજાને તારે એવા વિશેષ ઉપગારી તેઓ કહેવાય છે. સંગમને અંગે વિચારીએ કે પોતાના આત્માને ડૂબાડી ભગવાનને તાર્યા