________________
૪૦.
આગોદ્ધારક પ્રવચન શ્રેણી પોતે એ વિચારે કે ફરસના હશે તેમ બનશે. વરસાદ રહેશે તે ગોચરી જઈશું, ને વરસાદ નહીં રહે તે જ્ઞાન ધ્યાન કરીશું. આમ તો આપણે તપસ્યા કરતા ન હતા પણ આજે તપસ્યાને વખત અણધાર્યો મળ્યો. વળી આ સ્થળે શ્રાવક શું વિચારે? તે તપાસે, અરે હું કેવો નિભંગી કે સાધુ મહાત્માને મને લાભ ન મળ્યો, આમ સમજુ આવક વિચારે. ઈંદ્ર મહારાજે ભગવાનની કરેલી પ્રશંસા નહીં સહન કરી શકવાથી ભગવાનને ઉપસર્ગ કરવા જે સ્થળે ભગવાન રહ્યા છે ત્યાં સંગમદેવતા દેવલોકમાંથી ગયો અને ઘોર એવા વીશ ઉપસર્ગ કર્યા. તેવા ઘર ઉપસર્ગથી પણ પ્રભુ ચલાયમાન ન થયા અને પિતાને હેતુ પાર ન પડો, એટલે વિલખે વદને પાછો સંગમદેવતા દેવલોકમાં આવ્યો. આ ઉપસર્ગ થયા તેટલીવાર ઈદ્ર મહારાજ તે નાટક વિગેરે બંધ કરી, લમણે હાથ મૂકી, ચિતામાં બેસી રહ્યા છે. એ કાંઈ સંગમ જેવા દુષ્ટ ભાવિક ન હતા. પૂજય ભગવાન ઉપર ઉપસર્ગ થતા હોવાથી તેનું કાળજાં કપાઈ જાય છે. તેથી સંગમ વિલખે મુખે દેવલોકમાં પાછો આવ્યો ત્યારે પણ ઈંદ્ર મહારાજે દેવતાઓને એજ કહયું છે કે એ દુષ્ટ, પાપી, ચંડાળ, સંગમદેવ આવે છે, તેનું મે પણ જોવા લાયક નથી. તેણે આપણા સ્વામીને આવી કદના કરી છે માટે તેને દેવલોકમાંથી હાંકી કાઢો. એવિગેરે ઈંદ્ર જે કહ્યું તે ભગવાન ઉપર ઇંદ્ર મહારાજની કેટલી શ્રદ્ધા છે તે સૂચવે છે. તેથી જ સંગમને દુષ્ટ પાપી કહેનાર તે ઈંદ્રને પણ સમકિતી કહ્યા. તેમ અહીં ધર્મઘોષસૂરિ સાથમાં આવેલા છે તેની સાર સંભાળ ધનાસાર્થવાહે કાંઈપણ લીધી નથી. પણ તે દુષ્ટ ભાવિક ન હતે. જો તે દુષ્ટ ભાવિક હતે તે તેના મનમાં આ કાર્યથી થએલ પશ્ચાતાપ કદી થતે નહિ.
પ્રશ્ન : ઈંદ્ર મહારાજે સંગમને નિવારણ કેમ ન કર્યો?
ઉત્તર : આ વાત જરા ઉંડા ઉતરીને વિચારો કે સંગમ ભગવાન પાસે શા કારણથી આવ્યો છે? કહે કે ઈંદ્રની પ્રશંસામાં અવિશ્વાસ આવવાથી. તમે દાગીના ઉપર સીક્કો માશે કે આ તે સે ટચનું સેનું છે, પછી પથરા-કસોટી ઉપર તેને કોઈ ઘસે તે તમારાથી તેને પરીક્ષા કરતાં રોકાય ખરો? કહો કે નહીં જ. તેમ ઈંદ્ર મહારાજે ભગવાનની પ્રશંસા કરી કે અત્યારે ભગવાન એવા ધ્યાનસ્થ છે કે તેને ધ્યાનથી ચલાયમાન કરવાને ઈંદ્રનરેન્દ્ર પણ શકિતમાન નથી. આવી રીતે ઈંદ્ર કરેલી પ્રશંસા સાંભળી તેના ઉપર અવિશ્વાસી એવો સંગમ ભગવાનને ઉપસર્ગ કરવા આવ્યો ને ઉપસર્ગ કર્યા. તેથી ઈંદ્ર પોતે પશ્ચાતાપ કર્યો કે અરે, ભગવાનને જે આ ઉપસર્ગ થયા, તેમાં કારણ મારી કરેલી પ્રશંસા છે. છાપ માર્યા પછી તેને કસેટી ઉપર કોઈ ઘસે તે છાપ મારનારથી ના ન બેલાય, તેને અગ્નિમાં નાખે કે કાનસ લગાડે તે પણ ન બોલાય. બેલે તે બેઈમાન ગણાય. તેમ તે ટાઈમે ઈંદ્રમહારાજ ભગવાનને ઉપસર્ગ કરવા જતાં સંગમ દેવને કાંઈ પણ કરતે તે ઈંદ્ર મહારાજની ઈમાનદારી ઉડી જાત. અને મહાવીર સ્વામી ભગવાનની પ્રશંસા પણ ઊડી જાત. એ વખત તો છ મહિના સહન કર્યા સિવાય છૂટકો નહિ.