________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી
૩૮
આદર્શ, એમનું કેવળજ્ઞાન, તેના આદર્શ શું? કંઈ નહિ. પ્રશસ્તોત્રનો આદર્શ પરિસંહ તથા ઉપસર્ગ સહન કરો તેના આદર્શ શા? જગતમાં આદર્શ તરીકે જો કોઈ પણ વસ્તુ ઉપગાર કરે તો તે ધર્મકથાનુયોગ. આ કારણથી શાસ્ત્રકાર એ કહે છે કે મહાપુરુષોનું કીર્તન એ કલ્યાણ અને મોક્ષનું ધામ છે તે તે ધર્મ કથાનુયોગમાં જ છે.
દુષ્ટ ભાવિકાના ઉપકાર
ઋષભદેવ ભગવાનના પૂર્વ ભવનો જીવ ધનાસાર્થવાહ કે જે સાથ લઈને નીકળ્યા છે. સાથમાં ધર્મઘષસૂરિજી આદિ પરિવાર રહેલા છે. તેઓની સંભાળ લેવાની કબૂલાત છતાં સંભાળ કે તજવીજ સચવાતી નથી. સાથમાં ખાવાના પણ સાંસા પડેલા છે. લોકો ઝાડના મૂળીયા તથા પાંદડાથી પેટ ભરે છે. કંદમૂળ ખાઈને લોકો પેટ ભરે છે. આવે વખતે ધનાસાર્થવાહને વિચાર આવે છે કે જેઓને ફળ, ઝાડ તથા પાંદડાનો સ્પર્શ કરવા નથી, તેવાનું શું થતું હશે ? કેટલાક દુષ્ટ ભાવિકો દુષ્ટ અને ભાવિક બન્ને કહું છું, તે કેમ? તે આગળ જાઓ. સાધુઓને કંઈક ઉપસર્ગ થાય તો મહારાજને નિર્જરા થાય છે તેમ કહે. વળી નિર્જરાથી કર્માય પણ થાય તેમ કહે. તે ભાવિકપણું ખરું પણ તે ભાવિકપણ પોતાના આત્માને ઉપયોગી છે કે પારકાને ઉપયોગી છે? સંગમદેવે ઉપસર્ગ કર્યા ત્યારે ઈંદ્રે તેને દુષ્ટ પાપી કહ્યો, ને સંગમે ઉપસર્ગ કર્યા ત્યારે ભગવાનને કર્મની નિર્જરા થઈ. એવા ઉપસર્ગ ન કર્યા હતે. તો ભગવાનના નિકાચિતકર્મ કાં તૂટતે? સંગમે નિકાચિત કર્મ તેડાવ્યા માટે તેને આખા સંઘમાં આગેવાન ગણવા જોઈએ. સંગમદેવતા જેવી ભગવાન મહાવીર મહારાજને ઉપકારક વ્યક્તિ નથી. દુષ્ટભાવિક આ વસ્તુ બોલી શકે. આખા જગતમાં સાચો ઉપકાર કરનાર વ્યકિત સંગમદેવતા કે જેણે નિકાચિત કર્મો તોડાવ્યા. આપણે દેવગુરૂ ધર્મનું આરાધન કરીએ તો નિકાચિત ત્રુટે કે ન પણ તુટે પણ સંગમે નિકાચિત કર્મ તાડાવ્યા. સામાન્ય કર્રાયથી દેવાદિના ઉપગાર કરનાર માનીએ નિકાચિત કર્મ તોડાવનારના ઉપગાર કેમ ન માનવો? સંગમ આવા ઉપકારક છતાં દુર્ગતિઓ કેમ ગયા?
અન્ય અપેક્ષાઓ પ્રવર્તે લાને ઉપકારક માનવા બંધાએલા છે. દૃષ્ટાંત તરીકે અત્રે તમને ધર્મ સંભલાવીએ છીએ. તમારે ઉપગાર માનવાનો નહિં. અમે અમારા કલ્યાણ માટે સંભળાવીએ તો તેમાં તમારે ઉપગાર શું કરવા માનવે ! શેઠને ઘેર નોકરી કરીએ. એને ખપ હતો ને આપણને રાખ્યા. તેમાં ઉપગાર શા માટે માનવો ? મા સ્થિતિમાં જઈએ તો શેઠ કે ગુરૂ કે માબાપના ઉપગારનું સ્થાન નથી. માબાપે આપણને બોલાવ્યા નથી. કહો કે એમના માહના ઉદયે પ્રવૃત્તિ કરવા લાગ્યા (ગયા) તેમાં સાહજીક આપણી ઉત્પત્તિ થઈ. જન્મ્યા પછી આપણા તરીકે પાલણ પાષણ કર્યું નથી. મારા તરીકે પાલણ પોષણ કર્યું છે, એ તો જ્યાં જણે ત્યારથી ગણે છે. પારકી જણી આવી કે પૃથગ થવાનો છે. આવું જાણ્યા છતાં પણ મારો ને મારાપણાને અંગે પોષણ કરે. એક આપણા ખૂદ