________________
૩૬
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી છું. તેઓના ચરિત્રો કહેવાનું વિચારવા, સંભળાવવા. ને તે ઉપરથી આત્માની પાસે અરિસે ખડો કર. તે માટે મહાપુરૂષના ચરિત્રનું કીર્તન અવશ્ય જરૂરી છે ને તે દ્વારાએ આ જીવને કલ્યાણ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સેંકડો વખત એક આદમીને શિખામણ દેવાથી જે અસર ન કરે તે દલીલથી સમજાવવાથી અસર કરે. એક વખત પણ બરોબર દષ્ટાંત આપી સમજાવો કે તે વસ્તુ ઠસી જાય અને તેની અસર સામાના હૃદયમાં જબરજસ્ત થાય. આ ઉપરથી એમ કહેવામાં આવ્યું કે શિખામણ કરતાં દલીલ વધી, દલીલ કરતાં દાખલો વધ્યો. આ વાત અનુભવ સિદ્ધ છે. અહીં દ્રવ્યાનુયોગ શિખામણની વાત તરીકે જાણો અને ગણિતાનુયોગ દલીલ તરીકે, પણ જે ચરણકરણાનુયોગની મુખ્યતાવાળો ધર્મકથાનુયોગ એ દાખલો પોતાના અનુભવથી જોવાશે કે શિખામણના વાકય કરતાં દલીલનું વાકય અને તે કરતાં પણ દૃષ્ટાંત વધારે અસર કરે છે. દૃષ્ટાંતના સ્થાનને મજબૂત ગણતા હોય તે શાસ્ત્રોમાં ધર્મ કથાનુયોગને મજબૂત ગણ્યા વગર રહે નહિ.
ન્યાયની રીતિએ ન્યાય છણીએ તે પણ દૃષ્ટાંતમાં જઈ ઊભું રહેવું પડે. જંગલમાં ગયા, ધુમાડો દેખાયો તો ત્યાં અગ્નિ હોવો જોઈએ. એમ ન્યાયની યુકિતથી કહીએ પણ રડાની વાત ધ્યાનમાં ન આવે તો? જ્યાં ધૂમ હોય ત્યાં અગ્નિ હય, જેમ રસડામાં, રસોડાની વાત ખ્યાલ ન આવી હોય તે, અગ્નિ અને ધૂમાડો દેખ્યા છતાં સિદ્ધ કરી શકીએ નહિ. નાના બચ્ચાં ધૂમાડા દેખે અને આપણે ધૂમાડા જોઈએ તેમાં ફરક શો? તમને કેમ ખ્યાલ આવ્યો કે અહિં અરિન છે. હેતુનું શાન સરખું છતાં પણ બને જણાએ હેતુ સરખો જાયો છતાં પણ એકને સાધ્ય માલમ પડયું ને એકને સાધ્ય માલમ ન પડ્યું. દૃષ્ટાંત વડે વ્યક્તિને ખ્યાલ આવ્યો. તેને સાધ્યનું જ્ઞાન થયું. પણ જે મેટાઓ ધૂમાડો દેખવાની સાથે રસોડામાં અગ્નિ હોય તો ધૂમાડો થાય છે. આ બધા રસેડાને ખ્યાલ કરે તે અહીં અગ્નિ છે તે ધૂમાડો છે. એમ જાણી શકે તે હેતુ દ્રારાએ સાધ્યની સિદ્ધિ દૃષ્ટાંત દ્વારા થાય છે. આ વાત સાંભળીને કેટલાકના મનમાં એમ આવશે કે બીજાઓને દૃષ્ટાંત ન મળે તેવા હેતુ જે નકામા ગણ્યા છે તે વ્યાજબી છે. પૂરેપૂરા સમજુ હોય તેને દૃષ્ટાંત ન હોય તે પણ જાણવામાં અડચણ આવતી નથી. અને વળી બધી જગોએ કાંઈ દૃષ્ટાંત હોય તેવો કોઈ નિયમ નથી. એનું દૃષ્ટાંત જ નહિ. આવા પ્રકારના વિશિષ્ટ ચિન્હવાળી હોવાથી આ દાબડી મારી છે એમાં દૃષ્ટાંત શું લેવું? અનેક વસ્તુ હોય ત્યાં દૃષ્ટાંતને સ્થાન છે પણ એક વસ્તુ હોય ત્યાં દૃષ્ટાંત શું આપવું? સર્વ કર્મરહિત સર્વ સુખવાળી ચીજ કઈ? કે જેનું દૃષ્ટાંત દેવું. તે જ્યાં એક જ વ્યકિતને અંગે વાત કરવી હોય ત્યાં દૃષ્ટાંત ન પણ હોય. તેથી હેતુ ખેટો થત નથી. તેથી જયાં એક જ વ્યકિત હોય ત્યાં દૃષ્ટાંત પણ હોય અગર સમજુ હોય ત્યાં દૃષ્ટાંત ન હોય, પણ મંદ બુદ્ધિ હોય અગર પહેલ વહેલા સમજવા માગતા હોય તેવાને દાંતની જરૂર રહે. તેવાને દૃષ્ટાંત વગર વધુ વસ્તુ સમજવામાં આવતી નથી.