________________
૩૪
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી દાનું નામ છે. કેટલાક એમ કહે છે કે આણે સાધુપણું લીધું તે શું સમજે છે? હિંસાદિક ન કરવા તેમાં જોખમનું કામ કર્યું છે તે સમજાવવું છે પણ તારી જોખમદારી તે સમજાવ. પરણ્યાને પચીસ વર્ષ થયા હોય તેવાઓ પણ પરણ્યાની જોખમદારી સમજ્યા નથી. રાજ્યની જેલના કેદી છે. જે મનુષ્ય બાયડીના ભરણ પોષણમાં ખામી કરે તે બાયડી ફરિયાદ કરે. તેમાં ફી ખરચવાની નહિ. તમને વગર ફીએ કેદમાં મોકલ્યા. સાક્ષી લાવવાના તે ભથ્થુ આપવાનું નહીં. હુકમનામું કરે તે બજાવણમાં પૈસો પણ ભરવાને નહિ. મહિને થાય ને ન ભરો તે સીધા કેદખાનામાં લઈ જાય. બીજે મહિને આપો તે ઠીક, નહિ તે જિંદગી સુધી તેને છેડો નહિ. આવું પરણનારા કેટલા સમજયા છે? હગતી લેવા જાઓ છો તે જિંદગી સુધીની હેડ છે તેવું કેટલા સમજ્યા? સાધુપણું લે તેમાં ભરણ પોષણની ફરિયાદ હોય નહીં. જે ઘણી દીક્ષા લે તેના છૂટાછેડા થયા સમજવા. મતલબ એ હતી કે મનુષ્યપણાની મોકાણ કે હગતી લેવા જતા જિંદગી સુધી કેદમાં સડવાનું, તે કરતાં જાનવર થયા હતે ? માટે વિઘાતાને શ્રાપ આપ કે તારું નખેદ જાય કે તે અમોને અહીં મૂક્યા. એટલું જ નહિ પણ મનુષ્ય તરીકે મેકલ્યા તે પણ ખરાબીએ મોકલ્યા. નવ મહિના ઉધે મસ્તકે લટકાવ્યા, ત્યારે મનુષ્ય થયા. ગાય, ભેંસ, કૂતરી વિગેરે જાનવરમાં ઊંધે મસ્તકે ગર્ભ નથી. આ પ્રમાણે સ્પર્શન ઈંદ્રિયના વિષયો માટે સમજવું. હવે રસના ઈંદ્રિય તેના વિષયો પણ મોંઘા. કીડી, મંકોડી માખીઓના કુટુંબ મફત પેટ ભરી લે છે. આપણે ભૂખના ભાગ જેટલું પણ ન લાવી શકીએ, એ વાંક મનુષ્ય થયા તેને. કીડી મંકોડી થયા હતા તે આ ચિંતા મટી જાતે. આ બધી ચિંતા પણ માણસાઈને લીધે કરવી પડે છે. એ પ્રમાણે પ્રાણ ઈદ્રિયને અંગે તમે બગીચામાં જાવ તો નાગી તલવારના પહેરા. ભમરા
ઓને કોઈ રોકે છે? દરબારને અંગે તમે જિંદગી સુધી રાણી જોવા ન પામ્યા. ચકલાને કબુતરો માટે છૂટ, તે મેઘવારી મનુષ્યને, જાનવરને તે બધું સેધું છેને? વિષય તરફ લક્ષ હોય. કામ એજ તત્ત્વ હોય તેવાને વિધાતાએ મનુષ્ય નકામા બનાવ્યા પણ, વિઘાતાને આશીર્વાદ કોણ આપે? ધર્મને કર્તવ્ય તરીકે મનુષ્ય જિંદગીમાં ગણે તેજ જેઓ ધર્મને રસ્તે જાય તે પોતાના પહેલાના નશીબને આશીર્વાદ દઈ શકે. વિષયોની ઈચ્છાવાળા મનુબ જીંદગીના વિઘાતાને શ્રાપ ઘો. હિતની પ્રાપ્તિ અને પાપને નાશ
ધરમમાં રાચનારો મનુષ્ય જિંદગીને આશીર્વાદ દે છે. આંબાના ઝાડના ઘણા રૂપિયા ને લીંબડાના વૃક્ષના તેટલા નહીં. તેનું કારણ? ફળ દ્વારા એ કિંમત છે. તેમ મનુષ્યપણાની કીંમત કીંમતી ફળ દ્વારા જ છે. ધર્મ એ જ ફળ છે. ફળ કેમ ગયું? દરેક મનુષ્પો હિતની પ્રાપ્તિ ઈ છે, પાપ નાશ ઈચ્છે. સામાન્ય ભીલ, કોળી વગેરે લઈએ તે પણ પાપને નાશ અને હિતની પ્રાપ્તિ થવી તે સમજે. દીક્ષા લેનાર વખતે શું સમજે? પણ એટલું સમજ્યો એટલે દીક્ષાને લાયક થઈ ગયો! શાંભવસૂરી, ચૌદપૂવ એમણે