________________
પ્રવચન ૪થું
૩૩
વણાટ થતું જાય. નિર્જરાના કામમાં લગાડી દીધું છે તેથી શરીર ઊંચું થાય કે નીચું થાય તે પણ નિર્જરા થાય. ત્યાં ધર્મઘોષ સૂરિ વિચારે છે કે અમે આ મેહરાજાએ વળગાડેલું મકાન તેમાં મહાલીએ એવા નથી. હવે તો વૃદિધ: એટલે આ શરીરને ખેરાક નહિ મળે તે તપસ્યા, તપસ્યા એ પણ નિર્જરાનું સાધન. કદી ખેરાક મળ્યો તે પષણ નથી. આ શરીરને પોષણ ન મળે તે તપસ્યા દ્વારાએ નિર્જા અને ૪ જ્ઞાનસંપર: મળ્યું તે શાન ધ્યાન દ્વારા નિર્જરા. આવી રીતે જેણે આ કાયાને કસવા માટે નિર્જરાની કારગત કળા લગાડી દીધી છે, તેને પર આશ્રિત રહેવાપણું નથી. આવી સ્થિતિમાં ધમઘોષસૂરિને ધનાસાર્થવાહ મારી ખબર ન લીધી તે વિચારવાને વખત ન આવે. પરાવલંબી જીવન રાખે, તેને એ વિચાર આવે. પરાવલંબી જીવન હોય તેને ખબર ન લીધી એવો વિચાર આવે. મારે તો નિર્જરાની કલામાં કાયાનું કારખાનું ચાલી રહયું છે. આથી ધર્મઘોષ સૂરીજીને એટલું પણ કહેવું ન પડ્યું કે અમારો બીજેથી નિભાવ થતો હતો. ઝવેરી માલ વેચવા જાય તે ખાવાપીવાની ચિંતા ન કરે. સીધી ગાંસડી બોલે. ખાવાનું કોઈ કહે તે તેને કહે કે શું અમે ખાવાપીવા આવ્યા છીએ? એમ કહે. ખાવાનું તો છે જ પણ આ માલ લાવ્યા તેને ખુલાસો કરને? વેપારી વકરે કરે તેની કીંમત છે. ધર્મઘોષસૂરિએ બીજી વાત ન કરતાં સીધું કહી દીધું કે મૂળ ચીજ ધર્મ છે. સીધો ધરમ ન માને તેણે વિચારવું જોઈએ કે જીવન કોણે આપ્યું છે? પાંચ ઇંદ્રિયો કોણે આપી છે? મનુષ્યનું આયુષ્ય જેનાથી મળ્યું છે, તેને અંગે તે કંઈક કર. આટલું ખાધું, આટલું પીધું, આટલું ફળ ભોગવ્યું હવે તે માટે તે કંઈક કર! દૂધ અને ફળની ખાધા પહેલાં કમત અપાતી નથી. છતાં એટલા સીધા છે તે ખાધા પછી તે કિંમત આપે! આટલું મનુષ્ય જીવન ભોગવ્યું, મનુષ્ય ગતિ અનુભવી, તે સારું લાગ્યું તે કિંમત ધરી દે. ખરાબ લાગી તે કહે કે હું ઢર ન થયો તે ખોટું થયું તો કહે કે ખાધા પછી કિંમત આપતાં કાળજી કેમ કોતરાય છે? મનુષ્યની ગતિ, મનુષ્યનાં આયુષ્ય તથા ઈદ્રિયો અનુભવી તે હવે તેની કિંમત દેતાં કેમ અચકાય છે? વિષયે અંગે જાનવર અને મનુષ્ય ગતિની જવાબદારી
અથવા તો વિધાતાને શાપ દેવો જોઈએ કે તારૂ નખોદ જાય, કે હેવિધાતા! તેં મને મનુષ્યપણું આપ્યું. જેઓ ઇંદ્રિયોના વિષયો માટે વલખા મારનાર હોય તે વિધાતાને શ્રાપ દે કે તેં મને શા માટે મનુષ્યપણું આપ્યું? અહીં બધી ચીજ ઘી, જાનવરમાં એકેએક ચીજ ઘી અને સુલભ. એક સ્પર્શ ઈંદ્રિયને અનુક્રમ લ્યો. બાયડીની આખી પલોજણ શા માટે? સ્પર્શ ઈદ્રિયના વિષય માટે. સ્પર્શ ઈદ્રિયનું સ્ત્રીનું સુખ જાનવરને છે. વગર પલજણે પણ સુખ મળે છે. કુતરાને કુતરીના પોષણને ભાર ખરો? વગર મહેનતે મલીદા ખાવાના છે. ને અહીં મનુષ્યભવમાં તે માર ખાઈને બરડે રંગાઈ જાય ત્યારે મલી