________________
૩૨
પ્રવચન ૪થું કેમ નહિ? ચેપડા ખેલ્યા. આઠ હજાર ધીર્યા હતા તે આશામીનું નામ નીશાન નથી. સત્તર અઢાર હજાર રૂપિયા ધીરેલા છે. રોજ મુલાકાત લઈ જાય, વાતચીત પણ કરી જાય, પણ રૂપિયા જેટલા નળીયા પણ તેને ઘેર નથી. હવે શું કરવું? દશ હજાર રૂપિયા છે તેનું નામ તપાસ્યું બધા શાહુકારમાં, માગે તે તરત મલે પણ દશા એવી છે કે એક એક ગામમાં એકેક રૂપીઓ છે. એમ દશ હજાર છે. મુનીમ રાખી ખર્ચ કરે તો તે રકમ મળે તેમ છે. એક રૂપિયો ખરચે તો એક રૂપીઓ મલે. આ વેપારીની વલે શી? પણ એને બાપની મૂડી હતી. તેથી નિરાંત હતી. પણ આપણે વધારેમાં વધારે આજે એક વર્ષનું આયુષ્ય. છત્રીસ હજાર દહાડા. જ્યાં અઢાર વીશ વર્ષ થયાં હોય ત્યાં પરભવને વિચાર નહિ. પણ અઢાર વશ વર્ષે વિચાર આવે તે પહેલાં સાત આઠ હજાર દહાડા ગયા, તે તે ગયાજ અને પચાસ વર્ષ પછીને અંગે જે દહાડા તે દેખવાના માત્ર, કમાણીના નહિ. પછી શાનાભ્યાસ, ચારિત્રની તીવ્રતા કરવાના કે શાસનનું કામ શું કરવાના? કહો કે દહાડા દેખવાના પણ કામ કરવાના નહીં. વચલા દશ હજાર રહ્યા. ૨૦ થી ૫૦ ની ઉમર વચ્ચે ૩૦ વરસ તેમાં એક સાથે બે દહાડા લેવા માગે તે મળે નહીં. એક દહાડો જાય અને એક દહાડે આવે. શાહુકારને ઘેર દશ હજાર નાણું છે. ગામમાં દશ હજાર રૂપિયા છે. એક ખર તો એક લે. કાળી રેતી ધૂળને વિચાર થાય છે, પણ આ જિંદગી કેમ ચાલી જાય છે. તેનું ફળ શું મેળવવું જોઈએ તેને વિચાર નથી.
જયાં સુધી તારી જિંદગી ધૂળમાં મળી નથી, ત્યાં સુધી આ શરીરની કિંમત કેમ કરતો નથી? સામયિકનો લાભ
આ મનુષ્ય ભવની એક મિનિટ એ દેવતાના બેજોડ પલ્યોપમ જેટલી છે. એક મિનિટમાંથી બે પલ્યોપમ દેવતાના આયુષ્યના સહજે લઈ શકશે. બાર વ્રતની પૂજામાં સામાયિકવ્રતની પૂજામાં પણ તે અધિકાર આવે છે. સામાયિક ૪૮ મિનિટની, તેમાં દેવતાના ૯૨૫૯૨૫૯૨૫ પલ્યોપમ તમે મેળવી શકો. લગભગ બેજોડ પલ્યોપમસરખી તમારી જિંદગીની એક મિનિટ. આ દેશવિરતિની સામાયિક, એક મિનિટમાં આટલી મોટી કીંમત મેળવી આપે છે. કીંમતી ચીજની કીંમત લેવાની વેચવાવાલા ઉપર રાખે છે. કુતરાના હાથમાં કોહિનૂર આવે તે કીમત કોડીની પણ નહિ. આપણા હાથમાં આવી મનુષ્ય જિંદગી આવી છતાં પણ કોહીનૂરને ઓળખે તે કિંમત કરાવેને? સાધુઓને નિર્જરા સંચે સતત ચાલુ - સાધુ મહાત્માએ એજ રાખ્યું છે. સં ગોઠવી દીધું. પછી સંચા ઉપર ધ્યાન રાખવું જોઈએ. સાધુઓએ આ શરીરને નિર્જરાના સંચા તરીકે ગોઠવી દીધું છે. આશ્રવ અને બંધના કારણો છોડી દીધા છે, નિર્જરને પકડી લીધી છે. સં ચાહે ઊંચે જાય છે પણ