________________
પ્રવચન ૫મું
૩૫ મનકને દીક્ષા આપી તે માટે ક્યા શબ્દો ઉચ્ચારાયા? જેને લુચ્ચા-ધૂર્ત સાધુ ઉપાડી ગયા છે, તેમાં કોઈને શંકા થઈ શકે? પ્રતા ધૂર્તરાષા: એમ કેમ કીધું? લુચ્ચા સાધુ એમ હેમચંદ્રાચાર્યે પણ ચેકખા શબ્દો મૂક્યા છે. નિરાધાર સ્થિતિવાળી બ્રાહ્મણીને આ સંકલ્પ થાય તેમાં તે નવાઈ નથી. જેના હૃદયમાં વાસ્તવિક વસ્તુને દ્રોપ ન હોય તે આ શબ્દો ન કહે. તે મનકને દીક્ષાના માર્ગે લાવનાર એ શબ્દો થયા. એ શબ્દોથી બાપ પાસે જવાનું મન થયું. મને ઠગીને બાળક નીકળ્યો. તેની દીક્ષા થયા પછી શય્યભવસૂરિ શું ભણાવે છે? હિતની પ્રાપ્તિ અને પાપને નાશ. તેથી પહેલું પદ ધબ્બો મંહમુવિધા ગોખાવ્યું. બીજું કાંઈ ગેખાવ્યું નહિ. સાધુપણું લીધા પછી આપણે તે ગોખવું પડે છે. આપણી ભાષા જુદી છે. આપણી નવી ભાષા છે. અભ્યાસ કરવાની ભાષા છે. મનક મુનિને માતૃભાષા છે. તે દેશમાં પ્રચલિત ભાષામાં શીખે છે. કહે કે ધર્મ એ મોટી ચીજ. છોકરાને આપણે શીખવીએ તેમ ઘો મંત્રમુકિયા શીખાવ્યું. કહે સાધુપણું લીધા પછી ધર્મ એ મોટી ચીજ એમ ગોખાવવું પડ્યું તે શીખેલું ગોખેલું શું? એ જ અહીં કહે છે. બાળક, મધ્યમ અને પંડિતએ બધાને માટે ધો સંપર્ક કુવિચારું એ શ્લોકમાં ધર્મનું લક્ષણ બતાવ્યું છે. હવે સંસારરૂપી સમુદ્ર ઉલ્લંઘન કરવા માગે છે. તે તે ધર્મનું લક્ષણ સમજી કેવી રીતે સંસારને તરો તથા બાળ, મધ્યમ અને પંડિત એ ત્રણેને ધર્મનું લક્ષણ શી રીતે ઘટે તે વગેરે અગે વર્તમાન.
પ્રવચન પમું સંવત ૧૯૦ ના અસાડ સુદી ૧૨ સોમવાર ધર્મકથાનુગની અસર અને જરૂરીઆત
શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવાન ભવ્ય જીવેના ઉપગારને માટે ત્રિષષ્ઠી સલાકા પુરષચરિત્ર રચતાં થકાં જણાવી ગયા કે હું ત્રિષષ્ઠિસલાક પુરૂષનું ચરિત્ર શા માટે કરું છું? તો કે મહાપુરૂષનું ગુણકીર્તન એ સ્વર્ગ અને મેક્ષનું ધામ છે. તેથી તે ઉત્તમ પુરુષના ચરિત્રને જ કરું છું. વ્યાકરણ, ન્યાયના ગ્રંથ શું રચવાના નથી? તેથી નવરો થયો છું અને તેથી આ રચના કરું છું, એમ નહિ. મને રચના કરવાની ટેવ પડી છે. વ્યાકરણન્યાયના ગ્રંથ તે થઈ ગયા છે. હાલમાં તેનું કશું કામ નથી. માટે આચરિત્ર કરું છું તેમ નહિ. આદત પડી છે માટે કરું છું તેમ પણ નહિ. કદાચ ગ્રંથ રચવાની ટેવ પડી હોય તે પણ નકામા ગ્રંથની રચના કરવી તેમ પણ નહિ. તે કયા મુદાથી કરે છું? તે કે મહાપુરૂનું વર્તન કથન કરવું તે કલ્યાણ અને મોક્ષનું ધામ છે તેથી કરું