________________
૩૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પસ્વીએ તેને પૃથ્વી પર પડેલો જોઈને કરૂણાથી હાથમાં લીધે, અને પિતાના વલ્કલ વસ્ત્રથી પવન નાખી તથા કમંડળમાંથી તેને જળ પીવરાવીને પિતાના આશ્રમમાં લઈ ગયો. ત્યાં સ્વાદિષ્ટ નીવારના ફળ અને જળથી પુત્રની જેમ પાળિત પેષિત થયેલ તે વૃદ્ધિ પામ્યો. એટલે તાપસેએ મળીને તેનું શુટરાજ નામ પાડયું. તેને લક્ષણવંત જાણુંને કુળપતિએ ભણાવ્યો. તે પોપટના માતાપિતા પણ ત્યાં જ આવીને તેની પાસે રહ્યા.
એકદા કુળપતિએ પોતાના શિષ્યોને કહ્યું કે –“હે શિષ્ય! મારું કથન સાંભળો-સમુદ્રમાં હરમેલ નામે કપ છે.
ત્યાં ઈશાન ખુણામાં એક મોટું આમ્રવૃક્ષ છે. તે સદા ફળવાળું છે તેને વિદ્યાધરો, કિંનરો અને ગાંધર્વો સેવે છે તે વૃક્ષ દિવ્ય પ્રભાવી છે. તેનાં ફળનું જે ભક્ષણ કરે છે તે રાગ, દોષ અને ઘડપણથી મુક્ત થાય છે અને ફરી તેને નવજીવન પ્રાપ્ત થાય છે.” પેલો પોપટ પણ આ વચન સાંભળીને બહુ જ ખુશ થઈ વિચારવા લાગ્યા કે –“ગુરૂએ ઠીક કહ્યું મારા માતાપિતા - ઘડપણથી જીણું અને દષ્ટિથી રહિત થઈ ગયા છે, તો તેમને
તે આમ્રફળ લાવી ખવરાવીને હું ઋણમુક્ત થાઉં. કહ્યું છે કે- “જે માબાપ અને ગુરૂનો વત્સલ થઈ તેમના દુઃખને દૂર કરે તે જ પુત્ર અને તે જ શિષ્ય છે, શેષ તો કરમીયા યા કીડી સમાન છે. તેમજ વૃક્ષ પણ શ્રેષ્ઠ છે કે જેને સિંચન કરવાથી તે વૃદ્ધિ પામે એટલે તેની નીચે વિશ્રાંતિ લઈ શકાય, પણ જે પુત્ર વૃદ્ધિ પમાડે છતે ઉલટે પિતાને ફલેશકારક થાય તે સચેતન છતાં પુત્ર ન કહેવાય. વળી માબાપ તથા ગુરૂ પ્રતિકાર કહ્યા છે એટલે કે તેના ઉપકારનો બદલો વળી