________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૩૫
જે. પછી વિદ્યાધરી માતાને પગે લાગીને કુમારે તેને એકાંતમાં પૂછયું કે- હે માત ! સ્પષ્ટ કહો, મારી ખરી માતા અને ખરા પિતા કોણ છે? તે બોલી કે હે વત્સ ! શું તને ખબર નથી ? કે હું તારી માતા છું અને આ તારા પિતા છે.” કુમાર બેલ્યો કે – “એ તો ઠીક, પણ હું પૂછું છું કે મને જન્મ આપનાર માતા પિતા કેણ છે?? એટલે તે બોલી કે- તેની મને ખબર નથી. તારા પિતા બધું જાણે છે.” તેણે તેને પૂછયું એટલે તે વિદ્યાધર રાજાએ પૂર્વના બધે વૃત્તાંત તેને કહી સંભળાવ્યું. પણ તેના માતાપિતાનું નામ જાણતા ન હોવાથી ન કહ્યું. કુમારે વિચાર કર્યો કે-વાનરાએ વનમાં જે કહ્યું તે સત્ય જણાય છે; કેમકે મુનિ પણ તેજ પ્રમાણે છેલ્યા છે; માટે આ મારી જન્મઆપનારી માતા સંભવે છે, હવે કેવળી ભગવંત પાસે જઈને પૂછું કે જેથી મને કશી શંકા ન રહે.” આ પ્રમાણે મનમાં વિચારીને બંને માતા તથા પિતા સહિત કુમાર હેમપુર નગરમાં કેવળીને વંદન કરવા ગયે. ત્યાં કેવળી ભગવંતને નમસ્કાર કરી પરિવાર સહિત તે વિદ્યાધર બેઠે. હજારો સ્ત્રીઓમાં બેઠેલી. જયસુંદરી રાણું પિતાના પુત્ર સહિત ગુરુભાષિત ધર્મ સાંભળવા લાગી. તે વખતે હેમપ્રભ રાજા પણ નગરજન સહિત ગુરુની પાસે આવી ધર્મ સાંભળવા બેઠે હતું. તેણે કેવળી ભગવંત દેશના દઈ રહ્યા પછી અવસર મેળવીને કેવળી ભગવંતને પૂછ્યું કે –“હે ભગવન્! મારી સ્ત્રીનું કેણે હરણ કર્યું છે?” કેવળી બોલ્યા કે –“હે રાજન ! તેનું તેના પુત્રે જ હરણ કર્યું છે.” એટલે રાજા વિસ્મય પામીને બોલ્યો કે –“હે પ્રભે ! તેને પુત્ર કયાંથી ? તેને પુત્ર જે હતું તેનું તે દેવે હરણ