________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૬૭
તીર્થ વંદન કરવા અહીં આવ્યા છીએ.” એટલે ફરી જિનદત્ત બે કે –“મારે લાયક કામસેવા ફરમાવે. તેઓ બેલ્યા કે–અમે વિદ્યાધર (બેચર) છીએ, અને આ બંધુદત્ત ભૂચર છે, તમે પણ ભૂચર (ભૂમિ પર ચાલનાર) છે, તે બંધુદત્તને તમારી પ્રિયદર્શના પુત્રી પરણાવો. આ મહાનુભાવ ખરેખર ધર્મિષ્ઠ છે. પછી તેના ધર્મિષ્ઠપણાથી રંજિત (ખુશ) થઈને જિનદત્ત પોતાની પુત્રી બંધુદત્તને પરણાવી; એટલે વિદ્યાધરી સંતુષ્ટ થઈને પિતાના સ્થાને ગયા. અને બંધુદત્ત તેની સાથે પચંદ્રિયના વિષયસુખ ભોગવતો ત્યાં જ રહ્યો. વળી સામાયિક, પ્રતિકમણ અને પૌષધાદિક ધર્મકૃત્ય પણ તે કરવા લાગે. કેટલાક વખત પછી તે સગર્ભા થઈ, એટલે સસરાને પૂછી તેને લઈને બંધુદત્ત પોતાના નગર ભણી ચાલ્યો. થોડા સાથેની સાથે ચાલતાં તે અનુક્રમે એક ભયંકર અટવીમાં આવી પહોંચે. તે અટવીનું ત્રણ દિવસમાં ઉલ્લંઘન કરીને તે એક સરોવરના તીરે આવ્યો. એવામાં દૈવયોગે ચંડસેન નામના પલ્લીપતિના યમહૂત જેવા ભીએ અકસ્માત તે સાર્થ પર હુમલો કર્યો; અને સાર્થનું સર્વસ્વ તથા પ્રિયદર્શનાને લઈને તે ચાલ્યા ગયા. તેમણે તે માલ પ્રિયદર્શન સહિત પેલા પલ્લી પતિને હવાલે કર્યો એટલે પલીપતિ તે પ્રિયદર્શનને રૂપવતી જોઈને સંતુષ્ટ થઈ ચિંતવવા લાગ્યો કે –“હું એને મારી મુખ્ય સ્ત્રી કરીશ.” પછી ચંડસેને તેને પૂછયું કે –“હે ભદ્ર! તું કેણ છે? તું કેમની પુત્રી છે અને તારું નામ શું છે?” તે બોલી કે –“હું કૌશાંબીને રહેનાર જિનદત્ત શેઠની પ્રિયદર્શના નામે પુત્રી છું.” તે સાંભળીને ચંડસેન બોલ્યા કે –“ અહે! જે