________________
૪૩
શ્રી પાર્શ્વનાય ચરિત્ર
વિગેરે ધર્માંકૃત્યા કરવા લાગ્યા. એમ કરતાં બહુ વરસ પસાર થયા એટલે તેની કીર્ત્તિ પણ સર્વત્ર પવિત્ર વિસ્તાર પામી.
એકદા સવારે સામાયિક કરીને તે નમસ્કાર મંત્રનુ સ્મરણ કરતા હતા. એવામાં પૂર્વભવના મિત્ર કોઈ દેવ આવીને તેને કહેવા લાગ્યા કે – હું શ્રીગુપ્ત ! તું વિશેષ ધર્મ કર, કેમકે આજથી સાતમે દિવસે તારૂ મરણ થવાનું છે.' આ પ્રમાણે કહીને તે દેવ ચાલ્યા. ગયા. પછી શ્રીગુપ્તે પણ જિનેશ્વરની પૂજા કરીને ચારિત્ર અંગીકાર કર્યું; અને અનશનપૂર્વક નમસ્કારમંત્રના સ્મરણમાં તત્પર થઈ કાળ કરીને સ્વગે ગયા. અનુક્રમે તે મેાક્ષસુખ પામશે.
માટે હે પલ્લીશ ! મહા પાપી પ્રાણી પણ પાપના ત્યાગ અને ધ્યાન તથા દાન અને તપ કરવાથી સદ્ગતિને પામે છે. હૈ પલ્લીશ ! આ સસાર અસાર જ છે, તેમાં રહેલા સર્વ જીવા સ્વા પરાયણ જ છે. વિચાર કરતાં કાઇ કાઇનુ` નથી. પરિણામે સંસારસુખ મધુમિઠ્ઠુ સમાન છે.” પલ્લીપતિ આવ્યે કે :–‘હું સ્વામી ! મધુબિંદુસમાન શી રીતે છે ?’ ભગવત એલ્યા કે – સાંભળ—
#
કાઈ એક પુરુષ જંગલમાં ભૂલા પડવાથી આમ તેમ ભ્રમતા હતા, તેવામાં એક હાથીના જોવામાં તે આવ્યેા. એટલે તે હાથી તેને મારવા દોડયા. પેલા પુરુષ ભાગ્યા, પણ તે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેની પાછળ પેલેા હાથી જવા લાગ્યા. એવામાં એક મોટા વટવૃક્ષ તેના જોવામાં આવ્યેા, એટલે તે પુરુષ તેની ઉપર ચડીને તેની એક લટકતી વડવાઈ સાથે તે