________________
૪૮૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
અધર લટકી રહ્યો. તે વડવાઈની નીચે એક જીણુ કુવા હતા. તે કુવામાં વિકસિત વદનવાળા એ અજગર અને વિકરાળ મુખવાળા ચાર સર્પો હતા; અને તે લટકતી વડવાઇની ઉપર એક મધપુડા હતા. ત્યાંથી મક્ષીકાએ ( મધમાખીએ ) ઉડીને તે પુરુષને શરીરે ચટકા ભરતી હતી. તે સાથે સફેદ અને કાળા – એ ઉ ંદર દાંતથી તે વડવાઈ ને કાપી રહ્યા હતા. પેલે હાથી ત્યાં આવી તે વૃક્ષને સુઢ વડે પકડીને તેને પાડવાને મથવા લાગ્યા. પેલા પુરુષ આસ્તે આસ્તે વડવાઇ પકડીને કંઈક નીચે ઉતરી કુવામાં લટકી રહ્યો. તેની ઉપર રહેલા મધપુડામાંથી મધના મંદુએ તેના મુખમાં પડતા હતા. તેના આસ્વાદમાં સુખ માનીને વારવાર તે તેની સન્મુખ જોયા કરતા હતા; અને તેના ટીપાંને તે ઈચ્છતા હતા. આ અવસરે કાઈ વિદ્યાધર વિમાનમાં બેસી ત્યાં આવીને અનુક‘પાથી તેને કહેવા લાગ્યા કે :~ અરે ! દુઃખી મનુષ્ય ! તું જલ્દી આ વિમાનમાં બેસી જા કે જેથી ઉપદ્રવ રહિત થઈ જા.' તે ખેલ્યું. કે – એક ક્ષણભર રાહ જુએ કે જેથી એક મધુબિંદુના સ્વાદ હું લઈ લઉં....? વિદ્યાધર મેલ્યા કે :~ અરે ! તારી સ્વાદની લંપટતા મહા દુઃખદાયક છે, માટે તેને છેાડી દે, નહી' તા હુ તા જાઉં છુ.” ’ એ પ્રમાણે કહ્યા છતાં સ્વાદલ'પટતા ન છેાડવાથી વિદ્યાધર ચાલ્યા ગયા. અને તે પુરુષ ત્યાં લટકતા રહ્યો.
જંગલ
આ દૃષ્ટાંતના ઉપનય (સાર) એવા છે કેતે આ સંસાર છે, અને હાથી તે મૃત્યુ છે કે જે નિર'તર આ પ્રાણીની પાછળ દોડી રહ્યું છે. જન્મ, ઘડપણ ને મૃત્યુ તે કુવા