________________
४८६
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ભગવતનું વર્ણન
લૂરા નામના ગામમાં અશોક નામે મળી રહે તે હતે. તે હંમેશા પુષ્પોનો વ્યાપાર કરતે હતે. એકદા ગુરુમહારાજને ઉપદેશ સાંભળીને તે જિનેશ્વરની નવે અંગે નવ પુષ્પથી પૂજા કરવા લાગે. એ રીતે રોજ નવ પુષ્પથી પૂજા કરતાં તે તે જ ભવમાં શેઠ થયો અને બીજા ભવમાં નવ કેટીને સ્વામી વ્યવહાર થયે. એમ સાત ભવ કરી આઠમે ભવે નવ લાખ ગામને સ્વામી રાજા થયા, અને નવમાં ભવમાં નવ કરોડ ગામનો સ્વામી રાજા થયો. એકદા પ્રભુ પાસે પૂર્વભવ સાંભળીને દીક્ષા લઈ તે મોક્ષને પામ્યા. એ રીતે ભગવંતે અનેક જીવને ઉદ્ધાર કર્યો.
હવે પ્રભુને પરિવાર કહે છે–સેળ હજાર સાધુ, અડત્રીશ (૩૮) હજાર સાધ્વી, એક લાખ ચેસઠ હજાર શ્રાવક અને ત્રણ લાખ સત્તાવીશ હજાર શ્રાવિકાઓ થઈ. ત્રણસે સત્તાવન ચૌદપૂવી, ચૌદસે અવધિજ્ઞાની, સાડાસાતસે કેવળી અને એક હજાર વૈક્રિયલબ્ધિધારી થયા. એ રીતે ભગવંતને કેવળજ્ઞાન થયા પછી તેમને પરિવાર થયે. અનુક્રમે વિહાર કરતાં
૧ આ સાતમા ભાવમાં વચ્ચે દેવભવ હોવો જોઈએ, કારણ ઉપર ઉપર (સળંગ) નવ ભવ સંખ્યાત આયુષ્યવાળા મનુષ્યમાં થતા નથી. વધારેમાં વધારે સાત જ ભવ મનુષ્યનાં થાય છે.