________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૮૫
છે, અને આઠ કર્મ રૂપ તેનું પાણી છે. બંને અજગર- તે નરક અને તિર્યંચની ગતિ છે. ચાર કષાય – તે ચાર સર્ષ છે. વૃક્ષની ઘટા (વડવાઈ) તે આયુષ્ય સમજવું, સફેદ, કાળા ઉંદર – તે બે પક્ષ (સુદ, વદ) સમજવા અને મધમાખીઓના ચટકા તે રોગ, વિયેાગ અને શેકાદિ સમજવા. મધુબિંદુનો સ્વાદ – તે વિષયસુખ અને વિદ્યાધર – તે પરોપકારી ગુરુ સમજવા; તથા વિમાન તે ધર્મોપદેશ સમજ. તે વખતે જે પ્રાણ ધર્મ કરે છે તે સંસારના દુખથી મુક્ત થઈ શકે છે.
આ પ્રમાણે પ્રભુના વચનામૃતનું પાન કરીને તે પલ્લીપતિ પ્રતિબંધ પામ્યું. પછી બંધુદત્ત બે કે –“હવે મારી શી ગતિ થશે ?” ભગવંત બેલ્યા કે –“તમે બંને વ્રત લઈને સહસ્ત્રાર (આઠમ) દેવલોકમાં દેવ થશે, ત્યાંથી રચવીને તું મહાવિદેહમાં ચક્રવર્તી થઈશ અને પલ્લી પતિ તારી પત્ની થશે. ત્યાં સાંસારિક સુખ ભેગવી દીક્ષા લઈને બંને મુક્તિ પામશે.” આ પ્રમાણે સાંભળીને બંધુદરતે સ્ત્રી તથા પલ્હીપતિ સહિત ત્રત ગ્રહણ કર્યું. તે ત્રણે નિરતિચારપણે ચારિત્ર પાળવા લાગ્યા. બાહ્ય કુટુંબને ત્યાગ કરીને તેમણે અંતરંગ કુટુંબને સ્વીકાર કર્યો. તે આ પ્રમાણે – શ્રુતાભ્યાસ (જ્ઞાન) તે પિતા, જિનભક્તિ તે માતા, વિવેક તે બંધુ, સુમતિ તે બહેન, વિનય તે પુત્ર, સંતેષ તે મિત્ર, શમ તે ઘર અને બીજા ગુણે તે સ્વજનાદિક સમજવા. એ અંતરંગ કુટુંબને આશ્રય કરી સુંદર ચારિત્ર પાળતાં અને સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયા. આ પ્રમાણે ભગવંતે તે બંનેને ઉદ્ધાર કર્યો.
ઇતિ બંધુદત્ત કથા