________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પૂર્ણાંક દેવ દેવીઓએ પૂજન કર્યું”. પછી એ શિખિકા બનાવવામાં આવી. તેમાં એકમાં પ્રભુના તથા ખીજીમાં સ મુનિઓના દેહને પધરાવીને ઇંદ્રે સ્વામિની તથા દેવાએ સાધુઆની શિખિકા સ્કંધ પર ઉપાડીને તે વખતે દેવાએ ચન તથા અગરુકાષ્ઠની ચિતા રચી. તેમાં પ્રભુના તથા મુનિઓના દેહને મુકવામાં આવ્યા. એટલે અગ્નિકુમાર દેવાએ અગ્નિ અને વાયુકુમાર દેવાએ વાયુ વિષુવીને સ્વામિ અને સાધુઓના શરીરના સહસ્કાર કર્યાં. ક્ષણવારમાં જિનેશ્વરના શરીરની અસ્તિ સિવાય ખીજી ધાતુ બળી જતાં મેઘકુમાર દેવાએ ક્ષીરસમુદ્રના જળથી ચિતાને બુઝાવી; એટલે ઇન્દ્ર અને ઇશાને...દ્ર પ્રભુની ઉપલી બે દાઢા લીધી અને ચમર તથા ખલી'દ્રે પ્રભુની નીચેની બે દાઢા લીધી. ખીજા ઇંદ્રોએ દાંત, દેવાએ હાડકા તથા મનુષ્યાએ ભસ્માદિક ગ્રહણ કર્યું. તે સ્થાને દવાએ રત્નમય એક સ્તુપ બનાવ્યા પછી ઇંદ્રો અને દેવા નીશ્વર દ્વીપે જઈ, ત્યાં શાશ્વત જિનપ્રતિમા આગળ અઠ્ઠાઈ મહે।ત્સવ કરી પોતપેાતાના સ્થળે ગયા. ઇંદ્રોએ પેાતપેાતાના વિમાનમાં સુધર્મા— સભામાં રહેલાં માણુવક સ્તંભમાં વજ્રના ગાળ ડાખલામાં સ્વામીની દાઢાએ મૂકી અને તેએ પ્રતિદિન તેની પૂજા કરવા લાગ્યા. એ દાઢાઓના પ્રભાવથી તેમને વિજય અને મ’ગળ પ્રાપ્ત થતા હતા.
૪૮૮
विश्वातिशायि महिमा घरणारगेंद्र - पद्मावती सतत सेवितपादपीठः । अतर्बहिश्च दुरितच्छिदनंतशर्मा, पार्श्वः क्रियादुपयिनीं सुभभावलक्ष्मींम् ॥