________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પિતાને નિર્વાણસમય (મેક્ષગમન) નજીક જાણુને ભગવંત સમેતશિખર નજીક પધાર્યા. તે પર્વતને અજિતનાથ વિગેરે તીર્થકરોનું સિદ્ધિસ્થાન જાણી અનેક દેવોની સાથે અને કિનારીઓ જેમના ગુણગાન કરી રહી છે એવા ભગવંત તે પર્વત પર આરૂઢ થયા અને અણસણ કર્યું. તે વખતે આસન ચલાયમાન થવાથી બધાં ઇંદ્રો પ્રભુની પાસે આવી ચરણકમળને નમસ્કાર કરીને ખેદ પામી ત્યાં બેઠા. શ્રાવણ માસની સુદ અષ્ટમીએ વિશાખા નક્ષત્રમાં ભગવંતે પ્રથમ મન, વચન કાય કેગને નિરોધ કર્યો એટલે તેત્રીશ મુનીશ્વરેએ પણ તે પ્રમાણે કર્યું. પછી અપૂર્વ શુકલધ્યાન ધ્યાવતા અને પાંચ હૃસ્વક્ષરપ્રમાણ કાળને આશ્રય કરતાં સર્વ કર્મને ક્ષીણ કરી સર્વ સંસારના દુઃખ અને મળથી રહિત થઈ શિવ, અચલ, અરૂજ, અક્ષય, અનંત અને અવ્યાબાધ એવા મેક્ષપદને પ્રભુ પામ્યા. તેત્રીશ મુનીવર પણ સાથે જ અક્ષયપદને પામ્યા.
ભગવત ગૃહસ્થપણુમાં ત્રીશ વરસ રહ્યા અને વતાવસ્થામાં સિરોર વરસ રહ્યા. એ પ્રમાણે ભગવંતનું સે વરસનું આયુષ્ય પૂર્ણ થયું. પછી શકેન્દ્ર પ્રભુના શરીરને ક્ષીરસમુદ્રના જળથી નવરાવી, ગશીર્ષ ચંદનથી લિપ્ત કરી, દિવ્ય ભૂષણેથી વિભૂષિત કર્યું. પછી દેવદૂષ્યથી તેને આચ્છાદિત કરીને ઇંદ્રો પાસે બેઠા, એટલે એ અન્ય મુનિઓના શરીરને એ પ્રમાણે કર્યું. પછી સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ કરતાં ધૂપઘટીને ધારણ કરી, ગીત, નૃત્ય, વાદ્ય, આકંદ, પરિવન તથા સ્તુતિ