________________
૪૯૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પ્રશસ્તિ
શ્રી વીરશાસનરૂપ સરેવરમાં હંસ સમાન, સત્યની અધિકતાથી સર્વ ગુણેને સંગ્રહ કરનાર અને ચંદ્રગચ્છરૂપ કમળમાં ભમરા સમાન એવા શ્રી પૂજ્ય સેમવિમલ નામે ગુરુ થયા. જેમના ચરણ પ્રક્ષાલનના પાણીથી સર્પ વિષ તથા જવરાદિ રોગો શાંત થતા હતાં. તે પ્રગટ પ્રભાવી અને ગચ્છાધિરાજ ગુરુમહારાજ જયવંતા વર્તો. તેમના પટ્ટરૂપ પૂર્વાચલપર સૂર્યસમાન, ભાગ્યવંત, જંગમ કલ્પવૃક્ષ જેવા, સાધુઓમાં પ્રધાન અને ગચ્છનાં સ્વામી એવા શ્રીહમસેમસૂરીશ્વર થયા. તેમના ગચ્છના સંઘવીર પ્રમુખ ઘણું ગીતા થયા, કે જેમના હસ્તસ્પર્શથી મૂખ પણ સકળ કળામાં પ્રવીણ અને પ્રાણ થઈ જતા હતા. તેમના શિષ્ય ઉદયવીર થયા કે જેમણે પોતાના ગુરુના પ્રસાદ વડે કથાપ્રબધેથી સરસ અને પ્રધાન એવું ગદ્યબંધ આ ચરિત્ર રચ્યું છે, પ્રાચીન શાસ્ત્રાનુસારે આ ગ્રંથ રચેલા હોવા છતાં તેમાં ન્યૂનાધિક્ય હોય તો તેને માટે મિથ્યાદુકૃત છે. આ પાર્શ્વનાથ ચરિત્રનું ગ્રંથમાન સાડા પાંચ હજાર લેક પ્રમાણ છે, અને સંવત (૧૬૫૪) ના વર્ષે જયેષ્ઠ માસની શુકલ સપ્તમીએ આ ગ્રંથની આનંદપૂર્વક સમાપ્તિ કરવામાં આવી છે.
આ ગ્રંથ સુજ્ઞ જનોથી સદા વાવ્યમાન થઈ યાવચ્ચે દિવાકર જયવંત રહે, અને શ્રી પાર્શ્વનાથના પ્રસાદથી તેના વક્તા – શ્રોતાદિના મનવાંછિત સિદ્ધ થાઓ.