________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૮૧
પવનથી સાવધાન થઈ ભયને લીધે તે જલ્દી ત્યાંથી ભાગી ગયે. આગળ જતાં એક જગલમાં તે પેઠા. ત્યાં કાઈ મધુર ધ્વનિ તેના સાંભળવામાં આવ્યા; એટલે શબ્દ ( અવાજ ) સન્મુખ જતાં સ્વાધ્યાય કરતા એક મુનિ તેના જોવામાં આવ્યા. તેમને ખાલતા જોઈને ભયને લીધે એક વૃક્ષની આડે છુપાઈને તે સાંભળવા લાગ્યા. તે સાંભળતાં તેના અંતઃકરણમાં શુભ ભાવના જાગૃત થઈ, તેથી તે વિચારવા લાગ્યા કે − અહે। ! આ મહાનુભાવ તપ અને સયમ સાધે છે, અને હુ' દુરાચારી, મહાદુષ્ટ, મહાપાપી અને સપ્તવ્યસની છું, તા મારી શી ગતિ થશે ?’ આમ વિચારીને તે મુનિની પાસે જઈ તેમને વંદન કરીને તેમની પાસે બેઠા, અને મુનિ પાઠ કરતા હતા તે સાંભળવા લાગ્યા.
:-'
મુનિ ખેલ્યા કે :– હું ભદ્રે ! તેં પાપવૃક્ષનુ* પુષ્પ જ હજુ ભાગવ્યું છે, તેનાં કડવા ફળ તે હવે ભાગવીશ; પરંતુ તું વૃથા પાપ શા માટે કરે છે? નરકમાં પચન, ( પકાવવુ...) પીડન, તાડન, ( મારવુ') તાપન, ( તપાવવુ') અને વિદ્યારણ ( કાપવું ) – વિગેરે કષ્ટ તારાથી શી રીતે સહન થશે ? આ પાપનું મૂળ તારે અન તીવાર ભાગત્રવું પડશે.' આ પ્રમાણે સાંભળીને તે મળ્યે કે –ત્યારે હવે મારે શું કરવું ? ? સુનિ ખેલ્યા કે :– મારા કહ્યા પ્રમાણે કર. શ્રીગુપ્ત માત્ચા કે આપના કહ્યા પ્રમાણે કરવુ* કબુલ છે.' મુનિએ કહ્યું કે – ‘ સાંભળ. હિંસા ચારી અને વ્યસના સર્વથા તજી દે, અને
•
૩૧