________________
લાકડા લાવે
ત્યાં આવીને
બચત કાર્ય કરી કરી,
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
४७ અપરાધ છે ? કારણ કે –“શરીરવૃક્ષને પાંદડું ન આવે તેમાં વસંતઋતુને શો દોષ ? અને ચાતકના મુખમાં મેઘની ધારા કદિ ન પડે તેમાં મેઘને શે દોષ ? વિધાતાએ જે લલાટમાં લખ્યું છે, તેને ભૂંસવાને કેાઈ સમર્થ નથી.” ઈત્યાદિ વચનથી સમજાવ્યા છતાં રાજા સમજ્યો નહિ. ફરી રાજાએ કહ્યું કે –
હવે આવા વચનના વિકલ્પથી શું ? તમે જલદી ચંદનના લાકડા લાવો. મારે ચિતાપ્રવેશ કરે છે. આ હકીકત સાંભળીને સાર્થવાહે તરત જ ત્યાં આવીને રાજાને કહ્યું કે –“હે સ્વામિન! આ અનુચિત શું આરંવ્યું છે ? અનુચિત કાર્ય કરતાં તે અહિત જ થાય, માટે મને જે આદેશ કર હોય તે કરે, કેમકે હું જ એ અનર્થમાં કારણભૂત છું, તેથી દંડને પાત્ર તે હું જ છું.” રાજા બોલ્યા કે –“હે ભદ્ર ! ખેદ ન કર, તે જે મારી આગળ કહ્યું હતું તે તે સત્ય જ હતું, પરંતુ એ અગ્નિથી શુદ્ધ થયો, અગ્નિ જ એની સાક્ષી થયે, એટલે લોકોમાં હું જ અપરાધી ઠર્યો, તેથી મારે ચિતા પ્રવેશ કરે છે.” સાર્થવાહ બે –“હે નાથ તમારી પાસે મેં જે કહ્યું હતું તે અસત્ય નથી, પ્રલયકાળે પણ તે અન્યથા થાય તેવું નથી, છતાં આમ બન્યું તેથી અહીં કંઈ પણ કારણ હોવું જોઈએ.” તે સાંભળીને મંત્રીઓ બેલ્યા કે – “જો એમ હોય તે શ્રીગુપ્ત મંત્રના બળે અગ્નિને ઘેં એમ જણાય છે. એવામાં મતિસાગર મંત્રી રાજાને પ્રણામ કરીને બે કે –“હે વિભે ! રથનૂપુર નગરમાં એક સિદ્ધ પુરુષ વિદ્યાધર રહે છે, તેને બોલાવીને પૂછીએ રાજાએ કહ્યું કે –“બહુ સારું, તેને બોલાવો.” એટલે મતિસાગર મંત્રીએ બહુમાનપૂર્વક તેને બેલાવ્યો. તે આવ્યા,