________________
૪૭૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
મહોરે ગઈ છે. તે સાંભળી રાજાએ પોતાના ભંડારમાંથી તેટલું દ્રવ્ય તેમને દેવરાવીને વિદાય કર્યો. પછી ક્ષણભર કેટવાળને ઠપકે આપીને રાજાએ શ્રીગુપ્તને બેલાવ્યો અને તેને આક્ષેપપૂર્વક કહ્યું કે -અરે ! રાત્રે તે જે ધન ચેર્યું છે તે બધું અહીં રજુ કર.” એટલે શ્રીગુપ્ત નગ્ન થઈને કહ્યું કે:-“હે પ્રભે ! અમારા કુળમાં એવું કુકર્મ કદાપિ કરવામાં આવતું નથી.” રાજા કોધિત થઈને બે કે –“જે તે ચોર્યું નથી, તે દિવ્ય કર.” તે બેલ્યા કે બહુ સારું, હું દિવ્ય કરીશ.” પછી રાજાએ લોઢાના ગોળાને અગ્નિમાં તપાવીને કહ્યું કે –“આ લેઢાના ગોળાને તારા હાથમાં લે.” એટલે શ્રીગુપ્ત દિવ્યના અગ્નિને સ્તંભન કરનાર સિદ્ધમંત્ર પૂર્વે મેળવેલો તે સંભારીને તપેલા લેઢાના ગેળાને હાથમાં લીધે. મંત્રના પ્રભાવથી તે છેડે પણ અગ્નિથી બળે નહિ. તેને શુદ્ધ થયેલ જાણુને લો કે તાળી પાડવા લાગ્યા. પછી મેટા આડંબરપૂર્વક તે પોતાના ઘરે ગયે. એટલે રાજા શ્યામ મુખ કરીને મનમાં વિચારવા લાગ્યો કે “આ તે શુદ્ધ થયે, એટલે એને મેં બેટું આળ દીધું ઠર્યું, હવે મારે જીવિતથી શું?” આમ ધારીને મરવાને ઈચ્છતા રાજાએ સર્વ મંત્રીઓને બેલાવીને કહ્યું કે –“હે પ્રધાને ! સાંભળો. શ્રીગુપ્ત દિવ્ય કરીને શુદ્ધ થયે, અને હું જૂઠો પડે; માટે હવે હું પોતે જ મારા આત્માને ચારને દંડ આપીશ. મારે રાજ્યથી સર્યું, રાજ્ય પર ગમે તેને બેસાડે. આ પ્રમાણે સાંભળીને પ્રધાને બાલ્યા કે –“હે સ્વામિન ! આ ન સાંભળી શકાય એવા વચન અમને શા માટે સંભળાવો છો ? એમાં તમારો શો