________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
४७०
પથિક ! તારા ધનદત્ત મામાને રાજાએ પકડે છે અને સહકુટુંબ તેને કેદખાનામાં પૂર્યો છે. બંધુદને પૂછયું કે –“શા માટે રાજાએ આમ કર્યું છે?” મુસાફર બે કે – ગ્રામેશ નરપતિ એકદા વનમાંથી કીડા કરીને પાછા વળતા તારા મામાને પુત્ર કાર્યમાં વ્યગ્ર હોવાથી રાજાનાં આવતાં ઉભે ન થયો તેથી રાજા કે પાયમાન થયા. તે વખતે તારા ધનદત્ત મામા કેઈ ગામ ગયેલા હતા, એટલે તેના પુત્રને રાજાએ કેદ કર્યો. પછી ધનદત્ત ગામથી પાછો આવ્ય, એટલે કરોડ દ્રવ્ય આપવાનું કામ કરાવીને પુત્રને છોડાવ્યા. પરંતુ દંડ ભરવાની રકમ પૂરી ન થવાથી બાકી ધન લેવા માટે તે ધનદત્ત પિતાના ભાણેજ બંધુદત્ત પાસે ગઈ કાલે જ ગયો છે.” આ હકીકત સાંભળીને બંધુદત્ત ચિંતવવા લાગ્યું કે –“અહો મારા કર્મની ગતિ વિષમ જણાય છે; કારણ કે – અહીં પણ કઈ નથી અને ત્યાં પણ કંઈ નથી, જ્યાં જાઉં છું ત્યાં કંઈ નથી. જે કાર્યની શરૂઆત કરું છું તે કર્મવેગે સિદ્ધ જ થતું નથી. હવે મારે શું કરવું અને કયાં જવું?” આમ ચિંતવીને તે મામાના ગામ ભણી ચાલ્યો, એવામાં માર્ગમાં તેના મામા મળ્યા; એટલે પરસ્પર આલિંગન દઈને બંને સ્નેહસહિત મળ્યા. પછી પોતપોતાના વૃત્તાંત (સમાચાર) કહેવાથી તેઓ દુખિત થયા અને વિચાર કરવા લાગ્યા. એવામાં અકસ્માત્ બલિદાનને માટે પુરુષની શોધમાં ફરતા પલિપતિના માણસોએ તેમને જોયા. એટલે તેમને પકડીને લઈ ગયા, બીજા પણ આઠ પુરુષને માર્ગમાંથી પકડીને લઈ આવ્યા. એવામાં એક માસ પૂરો થયો એટલે પદ્વિપતિએ વિચાર્યું કે –“આજે એક મહિનો પૂરો