________________
૪૭૨
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કે –“આ મારા પતિ છે.” એટલે પલિપતિએ બંધુદત્તને આલિંગન કર્યું. અને તેને સારી રીતે સત્કાર કર્યો. પછી “આ બીજું કેણ છે?' એમ પહિલપતિએ પૂછયું, એટલે બંધુદત્ત બે કે એ મારા મામા છે.” પછી બીજા આઠે બંદીજનેને પણ તેણે છોડાવ્યા, અને બંધુદત્ત પત્ની સહિત આઠ દિવસ ત્યાં રહ્યો. પલિપતિએ તેને વિશેષ સત્કાર કર્યો.
એકદા ચંડસેને બંધુદત્તને પૂછ્યું કે-“હે બંધુદત્ત ! મને અતિ વિસ્મય થાય છે કે –“કઠિન તલવારના પ્રહાર સખ્ત રીતે કરવા છતાં પણ તને કેમ લાગ્યા નહિ? શું તારી પાસે કાંઈ ઓષધિ છે કે મંત્રને પ્રભાવ છે ? તે સત્ય કહે.” એટલે બંધુદત્ત બોલ્યો કે - હે સ્વામિન્ ! એ ઔષધિને કે મંત્રનો પ્રભાવ નથી. પણ એ મારા દેવ તથા ગુરુને પ્રભાવ છે.” પહિલપતિએ પૂછયું કે તારા દેવ, ગુરુ કેણ છે?” બંધુદત્ત બેલ્યો કે –“સ્વામિન્ ! હું સેગંદ પૂર્વક સાચે સાચી વાત કહું છું તે સાંભળો – મારા દેવ પાર્શ્વનાથ ભ. છે અને ગુરુ પણ શ્રી પાર્શ્વનાથ. તેમના નામ સ્મરણથી તલવારને પ્રહાર અટકે તેમાં શું આશ્ચર્ય ? પણ શ્રી પાર્શ્વનાથ નામના પ્રભાવથી બીજા પણ ઘણા વિદને વિનાશ પામે છે.” એટલે પલિપતિ ફરી બેલ્યો કે –“તે દેવ કેવા છે અને ક્યાં છે?” બધુદત્ત બેલ્યો કે – તે શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઇંદ્રાદિ દે અને નરેદ્રો સેવે છે. તે ત્રણ ગઢ અને છત્રથી બિરાજમાન અને સચ્ચારોથી સુશોભિત એવા ભગવાન્ અત્યારે નાગપુરીમાં વિચરે છે. તે અનંત કટિભવના સંદેહ પણ માંગે છે તેમના