________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
-વ્યસનમાં પરાયણ થયે.. 'તે દાહજવરની પીડાથી મરણુ પામી રૌદ્રધ્યાનના વાથી છઠ્ઠી નરકે ગયેા, વસ ́તસેના પણ પતિના વિચાગે – અગ્નિમાં પ્રવેશ કરીને તે જ નરકમાં નારકી થઈ ત્યાંથી નીકળી પુષ્કરવરદ્વીપના ભરતક્ષેત્રમાં દરિદ્રના કુળમાં જુદે જુદે ઘરે પુત્રપુત્રી થયા તે બંને પરણ્યો. એકદા તેમણે સાધુઓને જોયા, એટલે ભક્તિપૂર્વક પરમ આદરથી તેમને અન્નપાન વહેારાવ્યુ. અને ઉપાશ્રયે જઇને તેમના મુખથી ધ સાંભળ્યેા. પછી અને ગૃહસ્થધર્મ પાળીને મરણ પામી પાંચમાં બ્રહ્મદેવલાકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવીને તમે બંને શેઠના પુત્ર, પુત્રી થયા છે।. હું બંધુદત્ત ! ભીલના ભવમાં જે તિય ચાના વિયેાત્ર તે કરાવ્યા હતા, તેથી તને આ ભવમાં વિયેાગદુઃખ પ્રાપ્ત થયું. જે જે કરવામાં આવે છે, તે તે કમ ભાગ્યકાળે તે રૂપમાં જ પ્રગટ થાય છે.”
૪૭૫
આ પ્રમાણે જિનવચન સાંભળતાં અને ઉહાપોહ કરતાં અદત્તને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયુ. તેણે પેાતાના પૂર્વ ભવ જોયા અને ભગવતના ચરણમાં પ્રણામ કરીને તે કહેવા લાગ્યા કે:−હે ભગવન્ ! તમે જે કહ્યું તે યથાય છે. જાતિસ્મરણ જ્ઞાનથી મારા પૂભવ મારા જોવામાં આવ્યા છે. આપે કહ્યું તે બધું સત્ય જ છે. અહા ! હજી પણ મારૂ ભાગ્ય જાગ્રત છે. કે જેથી આપના ચરણકમળ મને પ્રાપ્ત થયા, હવે મારે શું કરવું અને શું સ્મરવું (યાદ કરવુ.) તે કૃપા કરીને કહે।. ’ ભગવત ખેલ્યા કે :–‘હે ભદ્રે ! દુનના સંસર્ગ તજી સાધુસમાગમ કર, રાત્રિ દવસ પુણ્ય કર અને સદા સંસારની