________________
૪૬૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
"
6.
વેપારી છુ, માટે મારે વિદ્યાનુ શું પ્રયેાજન છે ? ' એમ ખાલીને તે મૌન રહ્યો. એટલે ખેંચરે વિચાર કર્યો કે :- એને કન્યાની અભિલાષા લાગે છે, માટે જે સુરૂપવતી અને આયુષ્યમતી કન્યા હોય તે એને આપુ; પણ તેવી કન્યા કયાં છે ?' આમ વિચારે છે એટલે તેની બહેન સુવર્ણ લેખાએ તેણે કહ્યું કે :~ કૌશાંબીમાં જિનદત્ત શેઠની પ્રિયદર્શીના નામે કુમારી પુત્રી મારી સખી તે સુરૂષા અને આયુષ્યમતી ( લાંખા આયુષ્યવાળી ) છે, તેના પિતાએ ચતુર્ગાની મુનિને પૂછ્યું હતુ. કે− આ કન્યા કેવી થશે ?' એટલે જ્ઞાનીએ કહ્યું હતું કે – આ કન્યા લગ્ન કરી પુત્ર પ્રસીને ચારિત્ર ગ્રહણ કરશે.’આ પ્રમાણે મે સાંભળ્યું છે; માટે તે કન્યા જ એને અપાવવી” પછી ચિત્રાંગદ વિદ્યાધર, મિત્ર વિદ્યાધરો અને બદત્ત સહિત કૌશાંબી ગયા. ત્યાં શ્રી પાર્શ્વનાથનું દેરાસર જોઇ. તેમાં પ્રવેશ કરીને પ્રભુને નમન કરતાં બંધુદત્ત ભગવ'તની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા :– ત્રિભુવનને મુગટ સમાન, સુરાસુરથી નમન કરાયેલા અને જેને નમાવી શકાયા એવા સંસાર-સાગરમાં આધારરૂપ એવા હે પાર્શ્વજિન ! તમે જયવંત વર્તો. હું સ્વામિન્ ! આપના દર્શન કરતાં રાગ, અગ્નિ, પાણી, સર્પ, ચાર, શત્રુ અને શ્વાપદથી થતાં બાહ્ય અને આંતરિક ભય નષ્ટ થાય છે” ઈત્યાદિ બંધુદત્ત સ્તુતિપાઠ કરતા હતા, એવામાં જિનદત્ત ત્યાં પૂજા કરવા આવ્યા. અને ત્યાં વિદ્યાધરાને તથા સાર્મિક અંધુદત્તને જોઈને તે આનંદ પામ્યા. પછી તેમને આમંત્રી પેાતાને ઘરે
લઈ જઈને સ્નાન, ભેાજનાદિકથી સત્કાર તમે શા કારણે આવ્યા છે ? ’ તેઓ
કરી તેણે પૂછ્યુ* કે –
મેલ્યા
કે અમે