________________
४६४
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ગાળવા લાગ્યા. અન્યદા તેમની આસન્નસિદ્ધિ (નજીકમાં) હેવાને લીધે કેટલાક વખત પછી તેમના મનમાં પાછો વિચાર ઉત્પન્ન થયે કે –“અહે! ત્રણ લોકના આધાર, અને જગદ્ગુના ગુરુ શ્રી પાર્શ્વનાથને પામીને આપણે ઉલટે આપણા આત્માને શિથિલ કર્યો. સચ્ચારિત્રરૂપ જળમાં સ્નાન કરીને આપણે કુમતિસંસર્ગરૂપ રજ (ધુળ)માં આપણું આત્માને આળેટા. આમ કરવાથી પ્રમાદવશે (આળસવશે) આપણું શી ગતિ થશે? અત્યારે આપણને પાર્શ્વનાથ પરમાત્મા સિવાય અન્ય શરણ નથી.” વળી તે ફરી ચિંતવવા લાગ્યું કે –“હે ભગવન ! આપ જ અમારા શરણુ છે, માટે કૃપા કરીને અમને આલંબન આપે.” એમ ચિંતવતાં તે ચારે ક્ષપકશ્રેણિએ ચડ્યા અને શ્રી પાર્શ્વનાથ પરમાત્માના ધ્યાનના પ્રભાવથી કેવળજ્ઞાન પામીને સિદ્ધ થયા. અહો ! શુભ ધ્યાનને કે ઉત્કૃષ્ટ પ્રભાવ છે તે જુઓ. વળી ભગવંત આ રીતે એકાંત પોપકારી હતા.
ઇતિ ચાર મુનિ કથા
બંધુદત્ત કથા
નાગપુરમાં ધનપતિ નામને ધનિક વ્યવહારી રહે હતું. તેને બંધુદત્ત નામે પુત્ર હતું. તેને તેના પિતાએ વસુનંદની પુત્રી ચંદ્રલેખા સાથે પરણાવ્યો. એવામાં તેના હાથમાં હજી કંકણ છતાં સર્ષે ચંદ્રલેખાને કશી અને તે મરણ