________________
૪૬૨
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કે – ક્યા ધર્મને સેવું ? સત્યવાદી કોણ? જેનાથી મને સાચે ધર્મ મળી શકે.” આમ વિચારીને તે વિવિધ શાસ્ત્ર સાંભળવા લાગ્યો.
એકદા શરીરચિંતા (કળશ)ને માટે તે જંગલમાં ગયા. ત્યાં ધ્યાનસ્થ એક સાધુને સાગરદરો વંદન કર્યું. અને પૂછયું કે –“હે સ્વામિન્ ! દેવ, ગુરુ અને ધર્મ શું ? અને તે કોણ છે! તે મને બધું સત્ય કહો” સાધુએ કાયોત્સર્ગ પારીને કહ્યું કે –“હે મહાનુભાવ ! હું અનગાર છું; રાજ્ય તજી દીક્ષા લઈને સિદ્ધનું ધ્યાન કરૂં છું. તને સત્ય વાત કહી શકું પણ તેથી મારા ધ્યાનને ભંગ થાય, માટે કાલે અહી ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પધારશે, તેમને વંદન કરીને પ્રશ્ન કરજે.” આ પ્રમાણે સાંભળી હર્ષિત થઈને તે ઘરે ગયે. બીજે દિવસે ભગવંત ત્યાં પધાર્યા. એટલે તેમનું આગમન જાણું રાજા, નગરજને તથા સાગરદત્ત પણ હર્ષિત થઈને જિનવંદના કરવા આવ્યું. લાભનું કારણ જાણીને ભગવંતે પણ સાગરદત્તને ઉદ્દેશીને જ ધર્મદેશના આપી. સાગરદત્ત એક ચિત્તે દેવતત્વ, ગુરુતત્વ અને ધર્મતત્ત્વના ભેદ સાંભળવા લાગ્યા. ભગવંતે સાગરદત્તના સર્વ સંશય દૂર કર્યા એટલે તે ધર્મ સાંભળતાં જ વૈરાગ્ય પામે, અને ભગવંતના ચરણમાં જઈને નમ્યું. તે વખતે શુકલધ્યાન ધ્યાતાં શુભ ભાવથી તેને ત્યાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી યતિવેષ ધારણ કરીને તે કેવળીની સભામાં જઈને બેઠા અને અનુક્રમે પરમપદને પામ્યા.