________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૬૧
ભમતાં એકદા કુવામાંથી જળ કાઢતાં કોઈ માણસને સાત વાર જળ આવ્યું નહિ અને આઠમી વાર આવ્યું. તે જોઈને તેને સ્મરણમાં આવ્યું કે –“સાત વાર મારાં વહાણ ભાંગ્યાં. પણ હવે આઠમી વાર જોઉં.” એમ ચિંતવી શુભ શુકન થતાં વહાણું લઈને તે સિંહલદ્વીપ તરફ ચાલ્યા, અને સુવાયુના ગે તે અનુક્રમે સિંહલદ્વીપથી રત્નદ્વીપે ગયા. ત્યાંથી ઘણું રત્ન લઈને તે પોતાના નગર તરફ વળે. એવામાં રત્નના લોભી નિર્યામકે (નાવિકે) એ રાત્રે તેને મહાસાગરમાં નાખી દીધે, પણ દૈવયોગે એક ફલક (પાટીયું) મળી જવાથી તે સમુદ્રકાંઠે નીકળ્યો. પછી પરિભ્રમણ કરતાં અનુક્રમે તે પાટલીપુરમાં આવ્યો.
ત્યાં વ્યાપારને માટે આવેલા તેના સસરાએ તેને જોયે, એટલે પિતાને ઉતારે લઈ જઈને તેને સ્નાન, ભેજન કરાવ્યું. પછી, તેણે પોતાને બધે વૃત્તાંત કહ્યું, એટલે તેના સસરાએ તેને ત્યાં રાખે, અને તે પણ ત્યાં રહો.
કેટલાક દિવસો ગયા પછી તેનું વહાણ પણ ત્યાં આવ્યું, એટલે સાગરદને રાજાની આજ્ઞા મેળવીને તે નાવિકને અટકાવ્યા, અને પિતાના રને લઈને મુક્ત કર્યા. પછી સાગરદત્ત. પિતાને ઘરે ગયે, અને વિશેષ ધન ઉપાર્જન કરવાથી દાન અને ભેગ વડે પિતાના ધનને સફળ કરવા લાગ્યો. તે બ્રાહ્મણ ચેગી અને અન્ય દર્શનીઓને પણ આહાર વસ્ત્રાદિકનું દાન આપીને તેમને પૂછતા કે –“ક્યા દેવ અને ક્યા ગુરુ મોક્ષ આપી શકે ?” એટલે તે બધા ભિન્ન ભિન્ન ( જુદા જુદા ) મત દર્શાવવા લાગ્યા, તેથી સાગરદત્તના મનમાં સંશય થયો,