________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૫૯ વખતમાં અન્ય પુરુષમાં આસક્ત થયેલી તેની પત્નીએ તેને વિષ દઈને બહાર નાખી દીધો હતે. એ વખતે એક દયાળુ ગોવાલણે તેને જીવાડયો હતે. તે વૈરાગ્યથી સંન્યસ્ત દીક્ષા લઈ મરણ પામીને સાગરદત્ત નામે શ્રેષ્ઠિપુત્ર થયો. તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી તે સર્વ ઝીઓથી સર્વથા વિરક્ત રહેતો હતે. હવે પેલી ગેવાલણ મરણ પામીને તે જ નગરમાં એક શેઠની રૂપવતી કન્યા થઈ. તેને તેના ભાઈઓએ સાગરદત્ત વેરે વરાવી, (વેવિશાળ કર્યું.) તે કન્યામાં પણ તેનું મન ન હતું. સ્ત્રી માત્રને તે કલેજાની છરી સમાન માનતો હતો. એટલે તે કન્યાએ તેને તથાવિધ સમજીને કાગળમાં એક શ્લોક લખીને મોકલે. તે લેક આ પ્રમાણે હતે –
"कुलोनामनुरक्तांच, किं स्त्रीं त्यजसि कोविद । कौमुद्या हि शशी भाति, विद्युताब्दा गृही स्त्रिया"।
“હે ચતુર ! કુલીન અને અનુરક્ત એવી સ્ત્રીને ત્યાગ શા માટે કરે છે ? કારણ કે જેમ ચાંદનીથી ચંદ્ર અને વિજળીથી મેઘ શોભે તેમ સ્ત્રીથી પુરુષ શેભે છે.” આ પ્રમાણેશ્લેક વાંચીને સાગરદત્તે તેના જવાબમાં એક શ્લોક લખી મોકલ્યો કે –
"स्त्री नदीवत्स्वभावेन, चपला नीचगामिनी। उवृत्ता च जडात्मासौ. पक्षद्वयविनाशिनी" ॥