________________
શ્રી ગેડીયા પાર્શ્વનાથાય નમઃ શ્રી શામળા પાર્શ્વનાથાય નમઃ શ્રી અવંતિપાર્શ્વનાથાય નમઃ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથાય નમઃ
આઠમે સગ
--
-
[દેવેંદ્રના નાથ તથા વિશ્વત્રયના આધાર એવા પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરીને ગુરુના પ્રસાદથી હું આઠમો પ્રધાન સર્ગ ગદ્યબંધથી કહીશ.]
ત્રણ જગતના સ્વામી, જગતના ગુરુ, પાર્શ્વયક્ષથી સેવિત, સર્ષ લાંછન તથા આઠ મહાપ્રાતિહાર્યોથી બિરાજમાન, ચેત્રીશ અતિશયથી શોભાયમાન તથા વાણીના પાંત્રીશ ગુણેથી શેતા એવા ભગવંત પાર્શ્વનાથ વિહાર કરતાં એકદા પંડ્રદેશના સાકેતપુર નગરના આમ્રોદ્યાન નામના વનમાં પધાર્યા.
પૂર્વ દેશમાં તામ્રલિપ્તિ નગરીમાં બંધુદત્ત નામે એક યુવાન સાર્થવાહ રહેતું હતું, તે પૂર્વભવમાં બ્રાહ્મણ હતું. તે