________________
૪૫૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
હવે તે વાતને આઠ દિવસ થઈ ગયા પછી એક દિવસ પેલા ધાર્મિક બ્રાહ્મણે શિવની એક આંખ જોઈ, એટલે તે શેચ (શેક) કરવા લાગ્યો કે :-અહે! શિવનું બીજું સ્વર્ણ નેત્ર ક્યાં ગયું ? કઈ દુષ્ટ તેનું હરણ કર્યું લાગે છે” એમ બેદ કરીને તે એકાંતમાં બેસી રહ્યો. એવામાં ભીલ આવ્યો અને શિવને તથાવિધ જઈને તેણે તરત જ પોતાની આંખ કહાડીને શિવને ચડાવી. એટલે શિવ બોલ્યા કે –“હે સાત્વિક ! વર માગ.” ભીલ બે કે:-“હે સ્વામિન્ ! તમારા પ્રસાદથી મારે બધું છે. એટલે ફરી શિવ બોલ્યા કે –હે સાત્વિક ! મારે તારૂં સવ જ જેવું હતું તે જોયું.” એમ કહી પોતાનું પૂર્વ નેત્ર પ્રગટ કર્યું અને તેનું નેત્ર (આંખ) પાછું આપ્યું – અસલ પ્રમાણે કરી દીધું. પછી ભીલ નમસ્કાર કરીને ચાલ્યો. એટલે શિવે ધાર્મિક બ્રાહ્મણને કહ્યું કે –“તે જોયું ? અમે દેવે તે ભાવથી સંતુષ્ટ થઈએ છીએ. બાહ્ય ભક્તિમાત્રથી સંતુષ્ટ થતા નથી.” પછી ધાર્મિક બ્રાહ્મણ પણ નમસ્કાર કરીને ચાલ્યા ગયે.
ઇતિ ગુરુભક્તિ ઉપર સિલની કથા
શ્રી પાર્શ્વનાથ ભગવાન માટે હે ભવ્ય ! ધર્મમાં પણ ભાવથી જ સિદ્ધિ થાય છે. એમ જાણીને શ્રી જિનધર્મના આરાધનમાં ભાવપૂર્વક ઉદ્યમ કરે.” ઈત્યાદિ દેશના આપીને ગણધર વિરામ (દેશનાની પૂર્ણાહુતિ કરી) પામ્યા એટલે સર્વ લોકે પાર્શ્વપ્રભુને નમસ્કાર કરીને પિતપતાને સ્થાને ગયા. પછી ધરણે સેવક થઈને ભગવંતની