________________
૪૫૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
વિચાર કરતા એવા તે આવશ્યકાદિ ( પ્રતિક્રમણાદિ ) ક્રિયા કરવા લાગ્યા અને અંતે ચારિત્ર ગ્રહણ કરી નિરતિચાર પાળીને માક્ષને પામ્યા.
ઇતિ વનરાજ થા
આ પ્રમાણે અનેક ભવ્ય જીવા જિનપૂજાથી પૂજ્યતા અને પરમપદને પામ્યા છે, માટે જે સર્વથા જિનપૂજામાં તત્પર રહે છે. તેમને ધન્ય છે. વળી મેટા આડંબર કરવાથી શું? સથા સર્વત્ર ભાવ જ પ્રધાન છે.
ગુરુભક્તિ ઉપર ભિલ કથા
હવે ગુરુભક્તિને અંગે ઉપદેશ આપે છે. તે સ બાઁધમાં શ્રી ઉપદેશમાળામાં કહ્યું છે કે –‘ સુગતિના માર્ગોમાં દીવા સમાન એવા જ્ઞાનદાતા સુગુરુને શુ' અદેય હેાય ? જુઓ ! તે ભિલે શિવને પેાતાની ચક્ષુ આપી.' તે દૃષ્ટાંત આ પ્રમાણે છેઃ
એક અટવીની ગિરિગુફામાં એક મ્હોટા પ્રાસાદ હતા. ત્યાં શિવની અધિષ્ઠાયિકા પ્રતિમા હતી. તેને પેાતાનું સર્વસ્વ માનીને કોઈ ધાર્મિક બ્રાહ્મણ દૂરથી આવી દરરાજ તેની સેવા કરતા હતા. સ્વચ્છ જળથી પ્રથમ સ્નાન કરાવી, ચંદનથી વિલેપન કરી, સુગંધી પુષ્પથી પૂજન કરી, આગળ મળિ ધરી, પ્રધાન ધૂપ ઉવેખી, સ્તવના કરીને મસ્તક પર અનલિ જોડી તે હમેશા આ પ્રમાણે કહેતા કેઃ—