________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૫૩ છે. હું તે હવે દીક્ષા લઈશ.” આ પ્રમાણે કહી શુભ અવસરે રાજાએ વનરાજને પોતાના સિંહાસન પર બેસાડી રાજ્ય આપીને પોતે વનમાં જઈ દીક્ષા અંગીકાર કરી. પછી વનરાજ રાજા સૂર્યના જેવા પ્રતાપથી અને શાભા પામતા ન્યાયથી પ્રજાને અને રાજ્યને પાળવા લાગે.
એકદા નંદન ઉદ્યાનમાં ચાર જ્ઞાનધારી નંદનાચાર્ય પધાર્યા. એટલે રાજા પરિવાર સહિત તેમને વંદન કરવા ગયે. ત્યાં મુનીશ્વરને વંદન કરી ઉચિતાસને બેસી તેમને ઉપદેશ સાંભળીને રાજાએ પોતાના પૂર્વ ભવ પૂછે કે ભગવન્! પૂર્વ ભવે મેં શું સુકૃત કર્યું હતું કે જેથી આવું અદભુત રાજ્ય હું પામ્ય !” એટલે જ્ઞાનાતિશયસંપન્ન મુનિ મધુર વનિથી કહેવા લાગ્યા કે –“હે રાજન ! પૂર્વ ભવમાં તે શ્રદ્ધા અને ભાવપૂર્વક જિનેશ્વરની સ્તુતિ કરી હતી, તેથી તું વિશાળ રાજ્ય પામ્યો. અને “સ્તુતિમાત્રથી મને લાભ થશે કે નહિ?” એવી મનમાં શંકા કરી હતી, તેથી આંતરે આંતરે સુખ પામ્ય. વળી અંતકાળે તે વિચાર્યું હતું કે –“સુકુળથી શું ? ભાગ્યે જ અધિક છે. તેથી તું દાસીને પુત્ર થયે” આ પ્રમાણે મુનિનાં વચન સાંભળી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં પૂર્વ ભવ સંભારીને તે સદધ્યાનમાં તત્પર થયે અને ઘરે જઈને જિનધર્મનું આરાધન કરવા લાગ્યું. તેણે અનેક જિનદેરાસર અને જિનબિંબ કરાવ્યા તથા મનહર નવા નવા કાવ્ય અને છંદથી તે વિવિધ અષ્ટપ્રકારી પૂજા સાથે વિશેષ ભાવપૂજા કરવા લાગ્યો અને કરાવવા લાગ્યા. અંતરમાં તત્ત્વને