________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૬૩
આ પ્રમાણે એકાંતે પરોપકારી એવા પાર્શ્વનાથ ભગવતે તેને સંસારથી તાર્યો.
ઇતિ સાગરદત્ત સ્થા
ચાર મુનિની કથા
શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલા શિવ, સુંદર, સેમ અને જય એવા નામના ચાર શિખ્યો કે જેમણે ઘણું વખતથી વ્રત લીધું હતું અને બહુશ્રુત થયા હતા, તેમણે ભગવતને પ્રણામ (વંદન) કરીને પૂછયું કે:-“હે ભગવન્! અમને આ ભવમાં સિદ્ધિ પ્રાપ્ત થશે કે નહિ? પ્રભુ બેલ્યા કે “તમે ચરમશરીરી હોવાથી આ ભવમાં જ સિદ્ધ થશે. એટલે તેમણે ચિંતવ્યું કે:-“જે આ ભવમાં આપણે સિદ્ધ થવાના છીએ તે ફેગટ દેહકષ્ટ શા માટે સહન કરવું? સ્વેચ્છાએ ખાવું, પીવું અને સુઈ જવું. બૌદ્ધ દર્શનમાં પણ કહ્યું છે કે-મિનેશ ભજન, મા (મનેઈચ્છિત) શયન અને મનેઝ ઘરમાં રહેતા છતાં મનેઝ વ્રત ધારણ કરવું. સવારે દૂધ અને દારૂ પીવે, બપોરે સ્વાદિષ્ટ ભોજન કરવું, સાંજે દારૂ અને સાકર (શેરડીને રસ) પીવી, રાત્રે દ્રાક્ષ ખાવી-એમ સુપગ કરતાં અંતે મોક્ષ મળે છે. માટે આપણે પણ તે પ્રમાણે જે દિવસે ગાળીએ, ફેગટ કષ્ટ કરવાથી શું?” આ નિર્ણય કરી તે સાધુઓ ચારિત્ર છોડી દઈ અન્યત્ર જઈને તે પ્રમાણે સમય