________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પામી. એ પ્રમાણે તેની છ સ્ત્રીઓ પરણતાં જ ગુજરી ગઈ. એટલે “ વિષહસ્ત અને વિષવર' એવા નામથી તે બંધુદત્તની પ્રસિદ્ધિ થઈ પછી તેને કેઈએ કન્યા ન આપવાથી તે કૃષ્ણ (વદ) પક્ષના ચંદ્રની જેમ દિવસે દિવસે ક્ષીણ થવા લાગ્યો. તેને તે ખિન્ન ચિત્તવાળો જોઈને તેના પિતાએ યાન (વહાણ) સજજ કરાવીને વ્યાપાર કરવા મેકલ્યા. પિતાની આજ્ઞાથી શ્રી પાંતરમાં જઈને તેણે બહુ ધન ઉપાર્જન કર્યું. પછી બહુ લાભથી સંતુષ્ટ થઈને તે પોતાના નગર ભણું પાછો વળ્યો. સમુદ્રમાર્ગે ચાલતાં દુર્વાયુના વેગે અધવચ તેનું વહાણ ભાંગ્યું, ભાગ્યયોગે તેને લાકડાનો તરાપ મલ્યો અને રત્નદ્વીપે નીકળે. પગે ચાલતે અને ફળાહાર કરતે તે રત્નાદ્રિ પર ગયો. ત્યાં રત્ન ગ્રહણ કરતાં તેણે એક માટે જિનપ્રાસાદ જોયોએટલે તે દેરાસરમાં પ્રવેશ કરીને શ્રી નેમિનાથની પ્રતિમાને નમસ્કાર કરી બહાર વૃક્ષની છાયામાં બેઠેલા અને શુક્લધ્યાન ધ્યાતા એવા કેટલાક મુનિઓને જોઈને તેણે વંદન કર્યું અને પોતાને બધે વૃત્તાંત નિવેદન કર્યો, એટલે તેમાંના પ્રથમ મુનિએ તેને પ્રતિબંધ આપીને જૈનધર્મમાં દઢ કર્યો. એ વખતે ચિત્રાંગદ નામે કેઈ વિદ્યાધર મુનિને વંદન કરવા આવ્યું હતું. તેણે બંધુદત્ત પર સ્વધાર્મિકપણથી પ્રસન્ન થઈને તેને આમંત્રણ કર્યું અને પોતાને ઘરે લઈ ગયે. ત્યાં બધુદત્તને સ્નાન વિલેપન અને ભક્તિપૂર્વક ભોજન કરાવીને તે બે કે –“તું મારે સાધર્મિક ધર્મબંધુ છે, માટે તેને આકાશગામિની વિદ્યા આપું કે કન્યા આપું?” બંધુદત્ત બોલ્યો કે – હું સામાન્ય વણિક
૩૦.