________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૫૧
જઈ નૃસિંહકુમારને તે પત્ર આપ્યું. એટલે તે પત્ર વાંચીને અને વનરાજને તે વૃત્તાંત કહીને કુમારે જલ્દી વિવાહની સામગ્રી તૈયાર કરાવી. પછી ઉછળતા વાજીબના નાદ અને ધવળમંગળથી વનરાજ વિષા રાજપુત્રીને પરણ્ય, અને તે વિષા રાજપુત્રીની સાથે બહુ શોભવા લાગ્યો.
કેટલાક દિવસ પછી રાજા નગરમાં આવ્યા, એટલે કુમારે વિષાના વિવાહમહત્સવની વાત કહી. તે સાંભળી વનરાજને વિષા સાથે વિવાહ થયેલે જાણીને રાજાએ વિચાર કર્યો કે –અરે દેવ ! આ તે શું કર્યું? આ પ્રમાણે મારવા જતાં પણ એ તે ઉલટે ઉન્નતિ પામતે જાય છે, પણ ફોગટ દૈવને ઉપાલંભ દેવાથી શું? ફરીને પણ પ્રતીકાર (સામને) કર.” એમ વિચારીને રાજાએ પુત્રને કહ્યું કે –“ બહુ સારું કર્યું.”
હવે વનરાજ પિતાની સ્ત્રીની સાથે સુખ ભોગવે છે અને રાજા તેને મારવાને માટે વારંવાર પ્રયત્ન ચિંતવે છે. એકદા પિતાના ખાનગી બે માતંગને એકાંતમાં બેલાવીને રાજાએ કહ્યું કે –“આજે મધ્યરાત્રે નગરના દ્વાર આગળ રહેલી કુળદેવીની પૂજા કરવા જે સામગ્રી સહિત આવે, તેને તમારે અવશ્ય મારી નાખ.” એમ કહી તેમને રજા આપીને વનરાજને સંધ્યા વખતે એકાંતમાં બોલાવી રાજાએ કહ્યું કે –“હે વત્સ! તું જ્યારે યુદ્ધ કરવા ચાલ્યો, ત્યારે મેં દ્વારવાસિની દેવીની પૂજા માની છે, માટે આજે મધ્યરાત્રે તે દેવીની પૂજા કરવા તારે