________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૪૯
પછી આંખમાં આંસુ લાવી વનરાજને હાથ પકડીને સાર્થવાહે કહ્યું કે –“હે વત્સ! આપણાથી રાજાનું વચન ઓળંગી ન શકાય, માટે કેટલાક દિવસ તારે રાજા પાસે રહેવું, ગભરાવું નહિ. વનરાજ બે કે –“હે પિતાજી આપ કહે છે તે પ્રમાણ છે.” પછી કેશવ સાર્થવાહ રાજાની રજા લઈ અને પુત્રને આલિંગન દઈને સ્વસ્થાને ગયે. રાજા પણ બહારથી પ્રસન્ન મુખ કરી કુમારનો હાથ પકડીને બેલ્યો કે –“હે વત્સ ! તારે કંઈ પણ ગભરાવું નહિ” વનરાજ બોલ્યા કે –
હે રાજેદ્ર! તમારી પાસે રહેતાં મને શું દુખ થવાનું હતું ? પછી રાજાએ વનરાજને પિતાની પાસે રાખીને તેને કેટલાક ગામ, ઘેડા અને પદાતિ સેપી કેટવાળની પદવી આપી, એટલે તે પણ ઉત્સાહી બની ગયે. તેણે રાજાના બધા સેવકને તથા સમસ્ત રાજપરિવારને પ્રસન્ન કરીને પિતાને વશ કર્યા. સાર્થવાહ પણ તેને બહુ ધન મોકલતું હતું, એટલે વનરાજ ત્યાં રહીને સુખભગ ભોગવવા લાગે.
એકદા પિતાના દેશમાં ઉપદ્રવ કરનાર એક સામંતને નાશ કરવા માટે રાજાએ પોતાના પુત્ર નૃસિંહની સાથે વનરાજને મેકો. રાજાની આજ્ઞા થતાં સૈન્યસહિત બંને કુમાર સાથે મળીને ચાલતા થયા અને રાત્રે બંનેનું સૈન્ય દુશ્મનના કિલ્લાને ઘેરો નાંખીને રહ્યું પછી –“નીકળ, બહાર નીકળ, કિલામાં ભરાઈને શું બેઠે છે? અરે અધમાધમ ! દેશ નાશના પાપનું ફળ લે.” આ પ્રમાણેને ભયંકર અવાજ સાંભળીને સામત