________________
४४८
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
અંતરમાં બરાબર વિચાર કરી પૂર્વની રીતે જ નખનું આશ્કેટના કર્યું. એટલે રાજાએ તેમ કરવાનું કારણ પૂછયું. પુરોહિત બે કે – હે રાજેદ્ર ! તેનું કારણ તમને એકાંતમાં કહીશ.” રાજા ક્ષણવાર વિલંબ કરીને તેને એકાંતે લઈ ગયે. કારણ પૂછયું. એટલે તેણે કહ્યું કે –આકૃતિથી એમ જણાય છે કે આ કુમાર તમારું રાજ્ય ગ્રહણ કરશે.” રાજા અતિ વિમય પામીને ચિંતવવા લાગ્યો કે -અરે ! આ તે જ પાપી જણાય છે, શું આ દેવ છે કે વિદ્યાધર છે? કે જેના સેવકના બબેવાર ઘાત કરાવ્યા છતાં હજી જીવતે છે, પણ હવે વિકલ્પ કરવાથી શું ? હજી પણ તેનો ઉપાય કરવો. કારણ કે તૃતિય ઉડ્ડયનથી૧ મેર પણ ગ્રહણ કરાય છે. આ પ્રમાણે ચિંતવી પાંચ દિવસ જવા દઈ રાજાએ સાર્થેશને પૂછયું કે – આ કુમાર કોણ છે કે જે હાલ તમારી પાસે રહે છે. તે બેલ્યો કે –“હે દેવ ! એ મારે પુત્ર છે.” એટલે રાજા બેલ્યો કે –
જે એમ હોય તે તેને થોડા દિવસ મારી પાસે રાખો સાર્થવાહ ચિંતવ્યું કે – પુરુષને હસતાં કે રૂદન કરતાં રાજાને આદેશ પાળવું જ પડે છે અને તે જ હિતકર થાય છે.” એમ ધારીને કેશવ બેલ્યો કે –“હે રાજેદ્ર ! ભલે, આપને રૂચે તેમ કરે” પછી સંતુષ્ટ થઈને રાજાએ તેના બધા માલને કર-જકાત માફ કર્યો અને પોતાના હાથે તેને વસ્ત્રાદિકથી સત્કાર કર્યો.
૧. ત્રીજીવાર ઉડાડવાથી