________________
૪૪૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
રાજ્ય અવશ્ય ગ્રહણ કરશે. આ પ્રમાણેનાં પુરોહિતનાં વચન સાંભળીને રાજા અમાસના ચંદ્રની જે ક્ષીણ થઈ ગયો. પછી સભા વિસર્જન કરી અને એકાંતમાં ચંડને બેલાવીને રાજાએ પૂછયું કે –“હે ચંડ સાચું બેલ, તે તે બાળકને માર્યો હતો કે નહિ?” તેણે સત્ય કહ્યું, એટલે રાજા તેને મરાવી નાખવા ઉત્સુક થયો. પછી સાંજે રાજાએ ભીમસેન નામના સેવકને બોલાવીને તે બાળકના વધને આદેશ કર્યો, એટલે તે રમત કરતાં બાળકને છેતરીને વધ કરવા લઈ ગયો. સંધ્યા વખતે અધપર ચડીને નગરની બહાર જતાં ભીમસેનને બાળકે પૂછયું કે – હે તાત! તું મને કયાં લઈ જાય છે ?” આવું મૃદુ તે બાળકનું વચન સાંભળતાં તેનું મન કેમળ થઈ ગયું અને મુછના વાળને આંગળીથી સ્પર્શ કરતા તે બાળકને પુત્ર સમાન જાણુને ભીમસેનનું શરીર રોમાંચિત થઈ ગયું. તેથી ભીમસેન બેલ્યો કે –“હે વત્સ ! જ્યાં તને ગમશે ત્યાં તેને લઈ જઈશ.” એમ કહી તેને સંતેષ પમાડીને તે એક ભયંકર અટવીમાં ગયે. ત્યાં અતિ ભીષણ વનમાં તે બાળકને આશ્વાસન આપતાં એક દિવ્ય ચક્ષનું મંદિર તેના જેવામાં આવ્યું. એટલે ઘેડા પરથી નીચે ઉતરી ચક્ષભવનમાં ગયા, અને સુંદર નામના યક્ષની મૂર્તિ આગળ જઈ તે આ પ્રમાણે બેલ્યો કે – હે યક્ષરાજ ! આ બાળક તમારે શરણે છે, આ પ્રમાણે કહી તે બાળકને યક્ષના ખેાળામાં મૂકીને ભીમસેન પિતાના ઘરે ચાલ્યા ગયે. તેના ગયા પછી બાળક યક્ષને ઉદ્દેશીને બોલ્યા કે –“હે તાત મને ભુખ લાગી છે, માટે લાડવા આપ.” આવી રીતે નેહમય કે મળ વાય બેલતે તે બાળક યક્ષના પેટપર હાથ ફેરવવા લાગ્યો એટલે