________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૪૫
સૌભાગ્ય, મત્સ્ય હોય તે સર્વત્ર પૂજ્યતા, શ્રીવત્સ હોય તે વાંછિત લક્ષમી અને દામક હેય તે ચતુષ્પદાદિથી યુક્ત થાય છે. કરભમાં જે રેખા હોય છે તે પુત્રસૂચક છે. અને કનિષ્ઠાંગુળી (નાની આંગળી)ની નીચેની રેખા સ્ત્રીને સૂચવે છે. અંગુઠાના મૂળમાં રેખા હોય છે તે ભ્રાતૃભાંડને અર્થાત્ ભાઈ વર્ગને સૂચવે છે જેના અંગુઠાના મધ્યમાં જવ હોય તે પુરૂષ ઉત્તમ ભક્ષ્યને ભેગી થાય છે અને અન્ય સુખ પણ મેળવે છે. હાથમાં રહેલી સ્કૂલ રેખાઓ દરિદ્રતાને અને સૂક્ષમ રેખાઓ લક્ષમીની પ્રાપ્તિને સૂચવે છે. ખંડિત યા ત્રુટિત રેખાઓ હોય તે તે આયુષ્યને ક્ષય (અપતા) સૂચવે છે. જેને બત્રીશ દાંત પૂરેપૂરા હોય તે રાજા, એકત્રીશ હોય તે ભોગી, ત્રીશ હેય તે સુખી અને તેથી ઓછા હોય તે દુઃખી થાય એમ સમજવું. પદ્ય (કમળ) ના પત્ર જેવી લાલ સૂક્ષમ અને સુશોભિત જીભ ઉત્તમ ગણાય છે. પોપટના જેવો નાકવાળે રાજા થાય છે અને નાના નાકવાળે ધાર્મિક હોય છે. અર્ધ ચંદ્ર જેવું લલાટ હોય તે રાજા, ઉન્નત હોય તે ધાર્મિક, વિશાળ હેય તે વિદ્યાવાનૂ અથવા ભેગી અને વિષમ હોય તે દુઃખી થાય છે. રાજાનું મસ્તક (માથુ) છત્રાકાર, દુખીનું લાંબું, અધમનું ઘટાકાર અને પાપીનું સ્થપુટ જેવું (બેસી ગયેલું) હોય છે. કમળ, કાળા, નિષ્પ અને સૂક્ષ્મ વાળ હોય તે રાજા થાય છે અને સ્ફટિક (ધળા), કપિલ, સ્થલ અને રૂક્ષ (લખા) કેશ હોય તે દુઃખી થાય છે.”
ઈત્યાદિ સામુદ્રિક શાસ્ત્રમાં જે શુભ લક્ષણે કહ્યા છે, તે બધા આ બાળકમાં દેખાય છે. માટે એ બાળક તમારું