________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૪૭
ચક્ષમૂર્તિ પાષાણમય છતાં તેના વચનથી તે યક્ષ સંતુષ્ટ થયો; અને તેણે બાળકને સ્વાદિષ્ટ, સુંદર અને શ્રેષ્ઠ લાડવા ખાવા આપ્યા.
હવે એ અવસરે તે યક્ષના મંદિરની નજીકમાં કેઈ કેશવ નામને સાર્થવાહ પડાવ નાખી રહ્યો હતે. તેના બળદો વાઈ ગયેલ હોવાથી તેની ચિંતાને લીધે તે અર્ધ જાગૃત સ્થિતિમાં સુતે હતો. તેને યક્ષે કહ્યું કે –“તું ગભરાઈશ નહિ, તારા બળદો સવારે પોતાની મેળે જ આવશે. બીજુ સાંભળ – મારા ખેાળામાં વનરાજ નામને એક બાળક બેઠેલો છે, તેને સવારે તારે લઈ જવો. તારે પુત્ર નથી, તેથી હું તને એ પુત્ર આપું છું.” આ પ્રમાણે સાંભળીને સાર્થવાહ વિસ્મય પામ્યો. સવારે ચક્ષના મંદિરમાં જઈ સ્તુતિ કરી યક્ષના ખોળામાં રહેલા પેલા બાળકને લઈ હર્ષિત થઈને તેણે પોતાની પત્નિને અર્પણ કર્યો. પછી ત્યાંથી પ્રયાણ કરી ઘરે જઈને તે બાળકને તેણે એક બ્રાહ્મણ પાસે ભણવા મૂક્યો. એટલે શાસ્ત્ર અભ્યાસ કરીને તે પ્રવિણ થયે. અનુક્રમે તે સેળ વરસને થયે.
એકદા તે સાર્થવાહ વેપાર નિમિત્તે ફરતે ફરતે વનરાજ સહિત ક્ષિત પ્રતિષ્ઠિત નગરે આવ્યા. ત્યાં સારા સ્થાને સાર્થને રાખીને પોતે વનરાજ સહિત ભેટ લઈને રાજાને મળવા ગયો. ત્યાં રાજાની આગળ ભેટશું મૂકીને તે ઉભો રહ્યો. એટલે રાજાએ તેને સન્માન આપ્યું, તેથી સાર્થવાહ આસન પર બેઠા, પણ વનરાજ તે રાજાને જોતે જેતે ઉમે જ રહ્યો. એ વખતે રાજાની પાસે બેઠેલા પુરોહિતે દેવ જેવા તે કુમારને જોઈને